નવી દિલ્હી : કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અને જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)સમર્થક 22 પૂર્વ ધારાસભ્ય શનિવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના નિવાસસ્થાન પર મળ્યા હતા. નડ્ડાએ આ બધા પૂર્વ ધારાસભ્યોને બીજેપીની સદસ્યતા અપાવી હતી. આ દરમિયાન બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan), નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar),બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)અને અનિલ જૈન પણ હાજર હતા.
જેપી નડ્ડાએ બધા પૂર્વ ધારાસભ્યો સાથે મધ્ય પ્રદેશના મામલે ચર્ચા કરી હતી. આ પછી બધા પૂર્વ ધારાસભ્ય એક બસમાં બેસીને ત્યાંથી રવાના થયા હતા. કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્યો શનિવારે વિધિવત રીતે બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને બીજેપી સદસ્યતા અપાવી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર, બીજેપી નેતા અનિલ જૈન અને નરોતમ મિશ્રા પૂર્વ ધારાસભ્યોને બસ સુધી છોડવા ગયા હતા.
मध्य प्रदेश के विकास प्रगति और उन्नति के अपने संकल्प के साथ कांग्रेस के सभी 22 पूर्व विधायक जो मेरे परिवार के सदस्य हैं, उन्होंने आज भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष, श्री जेपी नड्डा जी के निवास पर भाजपा की सदस्यता ग्रहण की। @JPNadda@BJP4Indiapic.twitter.com/DjM5E2QtLM
બેઠક પછી જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાના નિવાસસ્થાનેથી નિકળ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા સિંધિયાએ કહ્યું હતું કે જે પણ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા બીજેપીમાં આજે ઔપચારિક રીતે સામેલ થયા છે. તેમને બીજેપી પરિવારમાં યોગ્ય સન્માન મળશે. તેમણે કહ્યું હતું કે આજે અધ્યક્ષ જી તરફથી બધા જ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે અપક્ષ ઉમેદવાર પણ જેપી નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર