મોબાઈલ બ્લાસ્ટ! ધડામ દઈને ફાટી બેટરી, મોટી દુર્ઘટના ટળી, જુઓ VIDEO
મોબાઈલ બ્લાસ્ટ
રતલામ જિલ્લાના જાવરા નગરના હાથી ખાના વિસ્તારમાં આવેલી મોબાઈલ ફોનની દુકાનમાં આવેલા ગ્રાહકના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થઈ ગયો. જેના કારણે બેટરીમાંથી થોડી આગ ફેલાઈ હતી અને દુકાનમાં ધુમાડો ધુમાડો થઈ ગયો હતો. દુકાનદારે સમયસર પોતાની સૂઝબૂઝથી આગ બુઝાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુકાનદાર અને ત્યાં ઉભેલા બે ગ્રાહકો નાસી છૂટ્યા હતા. આ ઘટનાનો વિડિયો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી. દુકાનદાર અકરમ તેની મોબાઈલ શોપ પર બેઠો હતો અને એક ગ્રાહક ઊભો હતો. ત્યારબાદ અન્ય એક ગ્રાહક ત્યાં પહોંચ્યો અને તેણે દુકાનદારને તેના વીવો કંપનીના મોબાઈલ ફોનની બેટરી વિશે જણાવ્યું. દુકાનદારે ફોનમાંથી બેટરી કાઢી અને તપાસ કરી અને ગ્રાહકને કહ્યું કે બેટરીમાં ખામી છે. દુકાનદારે બેટરી બાજુમાં ફેંકી દીધી. આ દરમિયાન ત્યાં ઉભેલા એક વ્યક્તિએ બેટરી ઉપાડી અને કાઉન્ટર પર રાખી અને કહ્યું કે તેને ફેંકશો નહીં, તે વેચાઈ જશે. જ્યારે દુકાનદારે બેટરી તપાસવાનું શરૂ કર્યું તો તેમાં બ્લાસ્ટ થયો અને જોરદાર અવાજ થયો.
દુકાનદાર અને ગ્રાહક અચાનક થયેલી દુર્ઘટનાથી તેઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા. દુકાનદારે કોઈક રીતે થોડી જ ક્ષણોમાં આગ બુઝાવી દીધી હતી. લાંબા સમય સુધી દુકાનમાં રહેલી બેટરીના અવશેષોમાંથી ધુમાડો નીકળતો રહ્યો હતો. બેટરી શાના કારણે ફાટી તે જાણી શકાયું નથી. બેટરી વીવો કંપનીના મોબાઈલ ફોનમાં લાગેલી અસલી બેટરી છે કે ડુપ્લીકેટ તે જાણી શકાયું નથી. આ અકસ્માતમાં ન તો કોઈ વ્યક્તિને ઈજા થઈ કે ન તો દુકાનની કોઈ વસ્તુને નુકસાન થયું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર