OMG: હાથી રાજાને લાગી ગયો છે ચાનો ચસ્કો, રોજ એક જ હોટલ પર પહોંચી જાય છે ચા પીવા, મજાનો - Video

News18 Gujarati
Updated: September 23, 2020, 4:18 PM IST
OMG: હાથી રાજાને લાગી ગયો છે ચાનો ચસ્કો, રોજ એક જ હોટલ પર પહોંચી જાય છે ચા પીવા, મજાનો - Video
ક્યારેય પણ ચા પીવાનો સમય મીસ નથી કરતો. મહત્વની વાત એ છે કે, આ સિવાય તે અન્ય કોઈ દુકાનની ચા નથી પસંદ કરતા.

ક્યારેય પણ ચા પીવાનો સમય મીસ નથી કરતો. મહત્વની વાત એ છે કે, આ સિવાય તે અન્ય કોઈ દુકાનની ચા નથી પસંદ કરતા.

  • Share this:
રતલામ: માણસોની સાથે રહીને જાનવરોના સ્વભાવ અને શોખ પણ બદલાઈ જાય છે. જીહાં, જો તમને માનવામાં ન આવતું હોય તો મધ્ય પ્રદેશના રતલામ આવો. અહીં રહેતો એક હાથીોન ગજબનો શોખ તમને આશ્ચર્યમાં મુકી દેશે. રતલામનો આ હાથી રોજ સવારે માણસોની જેમ ચા પીવાનો શોખીન છે. હાથીનો આ શોખ રતલામની એક ખાસ રેસ્ટોરન્ટની ચા પીવાનો જ છે, તે રોજ સવારે સમયસર અહીં ચા પીવા માટે પહોંચી જાય છે.

જંગલના સૌથી મોટા સભ્ય માનવામાં આવતા હાથી દાદાની ચા પ્રત્યેની આ દિવાનગીને જોતા રતલામમાં લોકોની ભીડ લાગી જાય છે. ખાસ વાત એ છે કે, આ હાથી ક્યારેય પણ ચા પીવાનો સમય મીસ નથી કરતો. આ હાથીને ચાની લત એવી લાગી છે કે, ચાવી દુકાન પર તેને ચા ન આપવામાં આવે તો ત્યાં જ રીસાઈને બેસી જાય છે. જેવી તેને ચા આપવામાં આવે, તે આગળ વધી જાય છે. દુકાનદાર હાથીની આદત સમજી ગયા છે, જેથી તે પોતાની હાથે ચા બનાવીને તેને પીવડાવે છે અને ગણપતિ બાપ્પાનું રૂપ માનીને આશિર્વાદ લે છે.

આ પણ વાંચોસુરત: દુકાન માલીક અને ભાડુઆત વચ્ચે મારમારી, થયો એસિડ એટેક, 6 લોકો ઘાયલ

આ ખાસ રેસ્ટોરન્ટની જ ચા પસંદ છે

રતલામના ડાલુ મોદી ચોક પર આ દ્રશ્ય રોજ સવારે જોવા મળે છે. મજાની વાત એ છે કે, હાથી દાદા માત્ર એક જ દુકાન પર પહોંચે છે. આ સિવાય તે અન્ય કોઈ દુકાનની ચા નથી પસંદ કરતા. જ્યારે કોઈ અન્ય દુકાનદાર ચા પીવડાવવાની કોશિશ કરે તો, હાથી રાજા માત્ર સુંઘીને આગળ વધી જાય છે. હવે આ હાથીનેઆ રેસ્ટોરન્ટની ઓળખ થઈ ગઈ છે. મહાવત જેવો હાથીને લઈને નીકળે છે, હાથી આ રેસ્ટોરન્ટ પર પહોંચી ઉભો થઈ જાય છે. હાથી રાજા પોતાના દિવસની શરૂઆત અહીંની ચાથી જ કરે છે. આ સ્વાદ હાથી રાજાને હમણાં હમણાં જ લાગ્યો છે. છેલ્લા 8 દિવસથી રોજ દુકાન પર ચાનો આનંદ લઈ રહ્યા છે.

આ રીતે લાગી લતહાથીનો મહાવત જાણાવે છે કે, તે ચા પીવા માટે આ દુકાન પર રોકાતા હતા. એક દિવસ દુકાનદારે હાથીને પણ ચા પીવડાવી દીધી, બસ તે દિવસ બાદથી હાથીના મોંઢા પર આ દુકાનની ચાનો ચસ્કો લાગી ગયો છે. રોજ સવારે 8 કલાકે ચાની દુકાન પર પહોંચી જાય છે. દુકાનદાર પમ પ્રેમથી હાથી માટે ચા બનાવે છે અને પીવડાવે છે. હાથીનું કદ જોઈ તેનો લોટો ભરી ચા પીવડાવે છે. હાથી રાજા માટે ચા બિલકુલ મફત હોય છે.

રતલામમાં એક હાથી રોજ ચા પીવા આવે છે તેવી વાત પુરા શહેરમાં ફેલાઈ ગઈ. તે જોવા માટે સવારે લોકો અહીં પહોંચી જાય છે. દુકાનદાર અને આસપાસના લોકો રોજ હાથીરાજાની રાહ જુએ છે. હાથીને ચા પીવડાવી અને તેના દર્શન કર્યા બાદ કામકાજની શરૂઆત કરે છે.
Published by: kiran mehta
First published: September 23, 2020, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading