Home /News /national-international /VIDEO: મધ્ય પ્રદેશનું આ શહેર સંતરાની ખેતી માટે છે પ્રખ્યાત, સ્વાદ એવો કે ક્યારેય નહીં ભૂલી શકો

VIDEO: મધ્ય પ્રદેશનું આ શહેર સંતરાની ખેતી માટે છે પ્રખ્યાત, સ્વાદ એવો કે ક્યારેય નહીં ભૂલી શકો

મધ્ય પ્રદેશનું રાજગઢ સંતરાની ખેતી માટે પ્રખ્યાત છે

સંતરાની ખેતી કરતા ખેડૂતનું કહેવું છે કે, જિલ્લાનું જળવાયું સંતરાના ઉત્પાદન માટે શાનદાર છે. અહીંના સંતરાની મિઠાસના કારણે દૂર દૂરથી તેને ખરીદવા લોકો આવે છે અને સૌથી પહેલા રાજગઢના સંતરાની માગ કરે છે. સંતરા ભરેલી ગાડી જેવી ત્યાં પહોંચે છે, હાથોહાથ મોંઘા ભાવે વેચાય જાય છે. આ સમય જિલ્લામાં લગભગ 21 હજાર હેક્ટરથી વધારેમાં સંતરાનું ઉત્પાદન થાય છે.

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Rajgarh, India
રિપોર્ટ- શુભમ જાયસ્વાલ

રાજગઢ: રાજગઢ જિલ્લાના સંતરા પોતાની મિઠાસ અને રસાળ માટે દેશભરમાં પસંદ કરવામાં આવે છે. અહીંના સંતરા એટલા સ્વાદિષ્ટ હોય છે કે, કેટલાય રાજ્યોમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે. આ જ કારણ છે કે, કાનપુર, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ, મુંબઈમાં રાજગઢના મીઠા સંતરાને રાજગઢ સંતરાના નામથી ઓળખાય છે.

સંતરાની ખેતી કરતા ખેડૂતનું કહેવું છે કે, જિલ્લાનું જળવાયું સંતરાના ઉત્પાદન માટે શાનદાર છે. અહીંના સંતરાની મિઠાસના કારણે દૂર દૂરથી તેને ખરીદવા લોકો આવે છે અને સૌથી પહેલા રાજગઢના સંતરાની માગ કરે છે. સંતરા ભરેલી ગાડી જેવી ત્યાં પહોંચે છે, હાથોહાથ મોંઘા ભાવે વેચાય જાય છે. આ સમય જિલ્લામાં લગભગ 21 હજાર હેક્ટરથી વધારેમાં સંતરાનું ઉત્પાદન થાય છે.
" isDesktop="true" id="1354853" >

સ્વાદ એવો કે કાયમ યાદ રહે


કહેવાય છે કે, જેણે પણ રાજગઢના સંતરાનો સ્વાદ ચાખ્યો તે ક્યારેય ભૂલી શકતો નથી. મહારાષ્ટ્રના ફળના વેપારી રાહુલ જણાવે છે કે, રાજગઢના સંતરાની સાઈઝ મોટી રહે છે અને ખાવામાં ટેસ્ટી હોય છે. એક અન્ય વેપારીએ કહ્યું કે, અમે લોકો અહીંના સંતરાની સવાસો ગાડી ભરીને કાનપુર શહેરમાં લઈ જઈએ છીએ. અમે લોકોએ જિલ્લામાંથી 140 સંતરાના બગીચા ખરીદ્યા હતા. તેમાંથી 90 બગીચાના સંતરા તોડી લીધા છે. હવે 50 બગીચામાંથી સંતરાની ગાડીઓ ભરવા આવ્યા છીએ.

ગરમીમાં ઠંડકનો અનુભવ આપે


સંતરાના વેપારી વિનોદ ખત્રી જણાવે છે કે, જિલ્લાના સંતરા ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે. સાથે જ ગરમીથી બચાવ કરે છે અને લૂથી બચાવે છે. રાજગઢ સંતરાનો ગઢ છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગલુરુ અને વિદેશમાં પણ રાજગઢના સંતરાની ડિમાન્ડ છે.

આ પણ વાંચો: OMG: આ છે અજગરનું ગામ, 200 વર્ષ જૂના આ ઝાડ પર રહે છે ખતરનાક 150 અજગર

જલ્દી ખરાબ થતાં નથી, સ્વાદ પણ શાનદાર


રાજગઢ જિલ્લાના સંતરાની ખેતી કરનારા ખેડૂત દુલ્હે સિંહે જણાવ્યું કે, રાજગઢ જિલ્લાના સંતરા ખૂબ જ ફેમસ છે. કાનપુર, દિલ્હી, યૂપી તથા અન્ય રાજ્યોના વેપારી તેમના સંતરા ફટાફટ ખરીદી લે છે. આ સંતરાની ખાસિયત એ છે કે, આ સંતરા લાંબા સમય સુધી ખરાબ થતાં નથી અને સ્વાદ પણ શાનદાર હોય છે. એટલા માટે લોકો તેને પસંદ કરે છે.
First published:

Tags: Agricultural, Madhya pradesh, Orange

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો