Home /News /national-international /ગર્લફ્રેન્ડને મળવા આવ્યો બોયફ્રેન્ડ, તો નીકળી બહેન, બંનેનો સંબંધથી હતા અજાણ, પરિવારે ઝાડે બાંધ્યા અને...
ગર્લફ્રેન્ડને મળવા આવ્યો બોયફ્રેન્ડ, તો નીકળી બહેન, બંનેનો સંબંધથી હતા અજાણ, પરિવારે ઝાડે બાંધ્યા અને...
પ્રતિકાત્મક તસવીર
Love Affair : પરિવારજનોએ યુવક અને તેના મિત્રને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા. સંબંધીઓ લગભગ 6 કલાક સુધી પ્રેમી અને તેના મિત્રને મારતા રહ્યા. જેનાથી કંટાળીને યુવતીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો
રાજગઢ. મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના રાજગઢ (Rajgadh) માં દૂરના સંબંધમાં ભાઈ-બહેન જણાતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ ગયો. બંને અલગ-અલગ ગામના રહેવાસી છે અને લગભગ 5 મહિના પહેલા બંને વચ્ચે એક લગ્નમાં મુલાકાત થઈ હતી. જો કે પહેલા બંને પોતાના સંબંધો વિશે જાણતા ન હતા. યુવક તેની પ્રેમિકાને મળવા તેના ગામ પહોંચ્યો હતો. સંબંધીઓને આ અંગેની જાણ થતાં તેઓએ યુવક અને તેના એક મિત્રને ઝાડ સાથે બાંધી દીધા હતા. આ પછી બંને સાથે લગભગ 6 કલાક સુધી મારપીટ કરવામાં આવી. પ્રેમીને માર ખાતો સહન ન કરી શકી પ્રેમીકા, અને કંટાળી યુવતીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતીના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો.
પોલીસે યુવકને ગ્રામજનો પાસેથી છોડાવ્યો હતો
પોલીસે યુવકને ગ્રામજનોની ચુંગાલમાંથી છોડાવ્યો છે. આ મામલે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, 18 વર્ષીય યુવક રસુલપુરા ગામનો રહેવાસી છે. લગભગ 5 મહિના પહેલા એક લગ્નમાં તે તેની દૂરની બહેનને મળ્યો હતો. યુવતી રોશિયા ગામની રહેવાસી છે. જોકે બંનેને તેમના ભાઈ-બહેનના સંબંધો વિશે જાણ ન હતી. બંનેની મુલાકાત બાદ નંબરની આપ-લે થઈ હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. તાજેતરમાં રોશિયા ગામના જલ્પા મંદિર સુધી યુવક તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. પ્રેમિકા પણ તેના પ્રેમીને મળવા આ મંદિર પહોંચી હતી
તો, પરિવારના સભ્યોને પણ અગાઉથી તેની માહિતી મળી હતી. પરિવાર મંદિર સુધી યુવતીની પાછળ ગયો. આ પછી પરિવારજનોએ યુવક અને તેના મિત્રને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા. સંબંધીઓ લગભગ 6 કલાક સુધી પ્રેમી અને તેના મિત્રને મારતા રહ્યા. જેનાથી કંટાળીને યુવતીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીનીની હાલત બગડ્યા બાદ તેના પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવકને ગ્રામજનોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. કેસ નોંધવાની સાથે સાથે તપાસ શરૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર