જ્યોતિરાદિત્ય સિંધિયાને 18 વર્ષની રાજનીતિમાં શું-શું મળ્યું? કૉંગ્રેસે યાદી જાહેર કરી

News18 Gujarati
Updated: March 12, 2020, 11:45 AM IST
જ્યોતિરાદિત્ય સિંધિયાને 18 વર્ષની રાજનીતિમાં શું-શું મળ્યું? કૉંગ્રેસે યાદી જાહેર કરી
રાહુલ ગાંધી અને કમલનાથની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા (PTI)

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ પર આરોપ મૂક્યા બાદ પાર્ટીએ વળતો જવાબ આપતાં ટ્વિટ કરી યાદી જાહેર કરી છે

  • Share this:
નવી દિલ્હી/ભોપાલ : એક સમયે કૉંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ 18 વર્ષ બાદ પાર્ટી સાથે સંબંધ તોડી દીધો છે. સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. સિંધિયાના આ નિર્ણય બાદ 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામું આપી દીધું છે, જેનાથી કમલનાથ સરકાર (Kamal Nath Government) મુશ્કેલીમાં આવી ગઈ છે. સિંધિયાનું કહેવું છે કે તેઓએ પાર્ટીને પોતાના 18 વર્ષ આપ્યા, પરંતુ પાર્ટીએ તેમની ઉપેક્ષા કરી. હવે કૉંગ્રેસે જણાવ્યું કે તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને 18 વર્ષમાં શું આપ્યું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધુળેટીના અવસરે કૉંગ્રસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ટ્વિટર પર સિંધિયાએ લખ્યું કે, કૉંગ્રેસમાં રહીને જનસેવા નથી કરી શકતો. હવે બુધવારે મધ્ય પ્રદેશ કૉંગ્રેસ તરફથી સિંધિયાથી જોડાયેલું એક ટ્વિટ કરવામાં આવ્યું. આ ટ્વિટમાં કૉંગ્રેસે જણાવ્યું કે, રાજકીય રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી પાસેથી શું-શું મળ્યું છે.

કૉંગ્રેસે સિંધિયાને લઈને જાહેર કરી આ યાદી

>> 17 વર્ષ સાંસદ બનાવ્યા
>> બે વાર કેન્દ્રીય મંત્રી બનાવ્યા
>> મુખ્ય સચેતક બનાવ્યા>> રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા
>> ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા
>> કાર્ય સમિતિ સભ્ય બનાવ્યા
>> ચૂંટણી અભિયાન પ્રમુખ બનાવ્યા
>> 50+ ટિકિટ, 9 મંત્રી આપ્યા

આ પણ વાંચો, MPના 'ઑપરેશન લોટસ'માં BJPના આ મુસ્લિમ નેતાની મહત્વની ભૂમિકા, સિંધિયાના બન્યા સારથી

આ ઉપરાંત, કૉંગ્રેસે એમ પણ પૂછ્યું કે આટલું બધું આપવા છતાંય મોદી અને શાહની શરણમાં સિંધિયા કેમ ચાલ્યા ગયા?

આ ટ્વિટની સાથે કૉંગ્રેસે એક ખાસ તસવીર પણ શૅર કરી છે. આ તસવીર પર વિશ્વાસ તૂટવાનું દર્શાવવામાં આવ્યું છે. એટલે કે કૉંગ્રેસે સિંધિયાને વિશ્વાસ તોડતા દર્શાવ્યા છે.

આ પણ વાંચો, MPનો સત્તા સંગ્રામ : સિંધિયા સમર્થક 12 MLA બીજેપીમાં જવા તૈયાર નથી, કહ્યું- અમે મહારાજ માટે આવ્યા હતા
Published by: Mrunal Bhojak
First published: March 11, 2020, 1:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading