ટોલ ટેક્સ માંગતા પોલીસકર્મીની પત્ની બની 'દબંગ', દંડાથી કરી તોડફોડ

News18 Gujarati
Updated: October 7, 2019, 10:44 PM IST
ટોલ ટેક્સ માંગતા પોલીસકર્મીની પત્ની બની 'દબંગ', દંડાથી કરી તોડફોડ
તોડફોડ કરતી પોલીસ કર્મીની પત્નીની તસવીર

રાજસ્થાનના કોટા જિલ્લામાં સમવારે મધ્યપ્રદેશ પોલીસના (Madhya Pradesh Police)એક પોલીસ કર્મચારીની પત્ની (Policeman's wife)ની દબંગાઇ સામે આવી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજસ્થાનના કોટા જિલ્લામાં સમવારે મધ્યપ્રદેશ પોલીસના (Madhya Pradesh Police)એક પોલીસ કર્મચારીની પત્ની (Policeman's wife)ની દબંગાઇ સામે આવી હતી. પોલીસકર્મીની પત્ની ઉપર આરોપ છે કે, (Toll plaza) ઉપર ટોલ માંગવા ઉપર તે ઉશ્કેરાઇ હતી. તેણે હાથમાં દંડો લઇને ટોલ પ્લાઝા ઉપર તોડફોડ (Sabotage) કરી હતી. પોલીસ પત્નીની આ હરકત ટોલ પ્લાસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

પોલીસ કર્મીએ આરોપ લગાવ્યો છે કે મારમારી ટોલકર્મીઓએ (Toll workers)કરી હતી. અને તેની કારને પણ ક્ષતિગ્રસ્ત કરી હતી. અત્યારે સીમલ્યા પોલીસ સ્ટેશને (Simalya Police Station)બંને પક્ષોને બોલાવીને મામલાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા ઉપર ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ-જાણો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ડુંગળી કેટલી થઇ મોંઘી

કારમાં રાખેલા દંડો કાઢીને કરી તોડફોડ
સોમવારે મધ્યપ્રદેશ પોલીસના હેડ કોન્સ્ટેબલ સુમન પોતાની પત્ની સાથે મધ્ય પ્રદેશ જઇ રહ્યા હતા. ટોલકર્મીઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસકર્મીની કારને રોકીને ટોલ માંગ્યો હતો. ત્યારબાદ હેડકોન્સ્ટેબલ અને તેની પત્નીએ પોતાનો રોફ જમાવ્યો હતો.

આ પણ વાંચોઃ-પત્નીના પ્રેમીએ દિનદહાડે પતિની હત્યા કરી, કલાકો સુધી તડપતો રહ્યો પતિપરંતુ ટોલકર્મીઓએ ટોલ ટેક્સ વગર કાર નીકળવા નહીં દેતા પોલીસકર્મીની પત્ની ગુસ્સે ભરાઇ હતી. તેણે કારમાં રાખેલા દંડાને બહાર કાઢીને ટોલ પ્લાઝા ઉપર ભારે તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી ટોલકર્મી દંગ રહી ગયા હતા. તો ગુસ્સે ભરાયેલી પોલીસ કર્મીની પત્ની તોડફોડ કરવાનું ચાલુ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-રણવીર સિંહે પહેર્યા ઝીવા જેવા ચશ્મા, તો એમએસ ધોનીએ કર્યું આવું નિવેદન

પોલીસકર્મીએ ટોલકર્મીઓ ઉપર લગાવ્યો મારામારીનો આરોપ
બીજી તરફ આ મામલામાં હેડ કોન્સ્ટેબલ સુમને આરોપ લગાવ્યો હતો કે, ટોલ ઉપર ડિઝિટલ પેમેન્ટ કરી રહ્યા હતા. પરંતુ ટોલકર્મીઓએ રોકડ રકમ આપવાની જીદ કરી હતી. જેનાથી ટોલકર્મીઓ પહેલા તેમને અને ત્યારબાદ તેમની પત્ની સાથે મારપીટ કરી હતી. હેડ કોન્સ્ટેબલ સુમને આરોપ લગાવ્યો હતો. ટોલકર્મીઓએ તેની કારમાં પણ તોડફોડ કરી હતી. જોકે અત્યારે સીમલ્યા પોલીસ સ્ટેશને સમગ્ર મામલો પહોંચ્યો હતો. અને બને પક્ષોની પૂછપરછ કરી રહી છે.
First published: October 7, 2019
વધુ વાંચો
अगली ख़बर