પતિ-પત્ની અને (Husband-wife and Lover) વોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ આ કિસ્સો તમારા રૂવાંડા ઊભા કરી નાખશે. અહીંયા એક પત્નીએ (wife) તેના પ્રેમી સાથે મળીને ન ફક્ત પતિની (Murder) હત્યા કરી પરંતુ હત્યા કરીને ગુગલમાં (Google Search) સર્ચ કર્યુ કે લાશને કેવી રીતે ઠેકાણે લગાવી શકાય. વારદાત મધ્યપ્રદેશના (Madhyapradesh) હરદા જિલ્લાની છે જ્યાં આરોપી મહિલા તબસ્સુમે તેના પતિને નશાની દવા આપી અને ત્યારબાદ તેનો પ્રેમી પતિનું મોત ન થયું ત્યાં સુધી ઘા મારતો રહ્યો હતો.
બનાવની વિગતો એવી છે કે એમપીના ખેડીપુરામાં 18મી જુને આમિર નામના એક શખ્સની હત્યા થઈ હતી. આ હત્યાની કડીઓ 36 કલાકમાં જ મળી જતા પોલીસે કેસ સોલ્વ કરી નાખ્યો છે જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ મૃતકની પત્ની તબસ્સુમ અને તેનો પ્રેમી ઈરફાન છે.
પોલીસે તબસ્સુમ અને પ્રેમી ઈરફાનની અટક કરી લીધી છે. પ્રેમી ઈરફાને પ્રેમિકાના પતિની હથોડીના ઘા ઝીંકીની હત્યા કરી હતી. ત્યારબાદ દુપટ્ટાથી મૃતદેહને બાંધી દીધો હતો. આરોપી ઈરફાન હરદા નગરપાલિકામાં રેવન્યુ વિભાગમાં નોકરી કરે છે.
લૉકડાઉનમાં મળી નહોતા શકતા પ્રેમીઓ
ઉલ્લેખનીય છે કે એમ.પીમાં કોરોનાનો કહેર વધતા લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિમાં આમીર અને તેની પત્ની સાથે હતા ત્યારે તબસ્સુમ અને ઈરફાન મળી નહોતા શકતા. દરમિયાન તેમણે આડા સંબંધોમાં ખીલી રૂપ સમાન પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
આમીરપને દમની બીમારી હતી તેથી તેને સુતા પહેલા એક ગોળી લેવી પડતી હતી. આનો ગેરફાયદો ઉઠાવી અને તબસ્સુમે તેને 18મી જુને રાત્રે નશાની ગોળી આપી દીધી હતી. જ્યારે આમીર બેહોશ થઈ ગયો ત્યારે ઈરફાન તેના ઘરે પહોંચ્યો હતો. તેણે આમિરના હાથ-પગ દુપટ્ટાથી બાંધ્યા હતા ત્યારબાદ તેનો જીવ નીકળી ન ગયો ત્યાં સુધી હથોડીના ઘા ઝીંકતો રહ્યો હતો.
પોલીસ જ્યારે તબસ્સુમની કોલ ડિટેઇલ્સ સર્ચ કરી રહી હતી ત્યારે ચોંકાવનારી વાતો સામે આવી હતી. એક તો તે ઈરફાન સાથે ખૂબ વાતો કરતી હતી અને બજીુ જ્યારે તેની ગૂગલ હિસ્ટ્રી સર્ચ કરવામાં આવી ત્યારે તબસ્સુમે ગુગવલ પર સર્ચ કર્યુ હતું કે હત્યાબાદ ડેડબોડીને કેવી રીતે ઠેકાણે લગાડવી, તેના હાથપગ કેવી રીતે બાંધવા આમ ગુગલની સર્ચ હિસ્ટ્રીના કારણે હત્યાકાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર