Mahakaal temple: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આજે શિવલિંગની સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ધાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી.
આનંદ નિગમઃ ઉજ્જૈનના (Ujjain) મહાકાલ મંદિરની (Mahakaal temple) અંદર આજે અચાનક સાપ નીકળ્યો હતો. સાપ (Snake) આશરે પાંચ ફૂટ લાંબો હતો. તેને જોઈને સ્ટાફમાં હડકંપ મચી ગઈ હતી. સદનસીબે આ સમયે શ્રદ્ધાળુઓ અંદર ન્હોતા. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આજે શિવલિંગની (shivaling) સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ધાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી. મંદિરની સુરક્ષા માટે હાજર બીએસએફના (BSF) એક જવાને સાપને પકડીને મંદિર પરિસરમાંથી બહાર મૂકી આવ્યો હતો.
સાપ નીકળવાનો વીડિયો જેવો વાયરલ થયો ત્યારે ભક્તો તેને આશ્થાની નજરે જોવા લાગ્યા હતા. સોમવારના દિવસે સાપને જોઈને ભગવાન મહાકાને જોડવા લાગ્યા હતા. જોકે, પાછળથી જાણવા મળ્યું કે સાપ સોમવારે નહીં પરંતુ રવિવારે રાત્રે નીકળ્યો હતો. આ સમયે મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ હતો જેથી કોઈ જાનહાની થઈ ન્હોતી.
કાળ ભૈરવના સ્થાનકે સાપ નીકળવાનો આ વીડિયો રવિવાર રાત્રે શયન આરતીનો છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ હતો. આ સમયે સાપ દેખાયો. જો સાપ એવા સમયે નીકળતો કે શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરે છે તો મુશ્કેલી ઉભી થઈ શકી હોત.
સાપ ગણેશ મંડપમમાં શ્રદ્ધાઓની લાઈમાં લાગવાની જગ્યાએ નીકળ્યો હતો. જ્યાં સેંકડો શ્રદ્ધાળુઓ ઉભા રહીને ભગવાન મહાકાલ સામે જવા માટે રાહ જોતા હોય છે. આ પહેલા પણ પ્રસિદ્ધ કાળભૈરવ મંદિરમાં પણ સાપ નીકળ્યો હતો.
" isDesktop="true" id="1113776" >
જ્યારે સાપ સતત ત્રણ દિવસ સુધી નીકળ્યો તો શ્રદ્ધાળુ આને ભગવાનનો ચમત્કાર સમજીને પૂજા કરવા લાગ્યા હતા. કાલ ભૈરવ મંદિરના મુખ્ય દ્વારની પાસે રોજ આવીને બેસી જતો હતો. જેને શ્રદ્ધાળુ ચમત્કારના રૂપમાં જોતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર