પત્નીનું બે યુવક સાથે હતું 'લફરું', પૈસા પણ આપતી હતી, વાંચો હત્યા બાદ આત્મહત્યાની દર્દનાક કહાની

પત્નીની હત્યા કરીને આત્મહત્યા (Suicide)કરનાર પનવાર સ્ટેશન પ્રભારી હિરા સિંહના મામલે મોટો ખુલાસો થયો

Madhya Pradesh news- SIએ લવ ટ્રાંયગલના કારણે પત્નીને મારી ગોળી, સુસાઇડ નોટમાં કહ્યું- હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છું અને જીવ આપી રહ્યો છું

 • Share this:
  રિવા : પત્નીની હત્યા કરીને આત્મહત્યા (Suicide)કરનાર પનવાર સ્ટેશન પ્રભારી હિરા સિંહના મામલે મોટો ખુલાસો થયો છે. હિરા સિંહની સુસાઇડ નોટ પોલીસને (Police)મળી આવી છે. પત્નીની બેવફાઇના કારણે તેમણે પહેલા પત્નીની હત્યા (Murder)કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં (Suicide note)તેમણે પત્નીના લવ ટ્રાએંગલની (Love Triangle)વાત લખી છે. તેમાં લખ્યું છે કે હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છું અને જીવ આપી રહ્યો છું

  શહડોલ પોલીસે જણાવ્યું કે સુસાઇડ નોટમાં બે યુવકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવકો તે જ ગામમાં રહે છે. આત્મહત્યા કરનાર થાના પ્રભારીએ લખ્યું કે બંને પત્નીને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. તેણે તેની પત્ની અને પરિવારને બર્બાદ કરી દીધા છે. બંને પત્ની પાસેથી રૂપિયા પણ લેતા રહ્યા હતા. તપાસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે આ બધી વાતોની જાણ હિરા સિંહને થઇ તો તેણે પત્નીને સુધરવાની વાત કહી હતી. તેમની પત્ની આ વાતથી નારાજ થઇ ગઈ હતી અને ઘણા દિવસો સુધી વાત કરી રહી ન હતી. આ વાતથી હિરા સિંહ પરેશાન રહેતા હતા. બાળકો સાથે પણ તે કોઈ બીજાને મોબાઇલ લગાવી વાત કરતા હતા. પોલીસે હાલ સુસાઇડ નોટ જપ્ત કરી લીધી છે. પોલીસ બંને આરોપી યુવકોની ધરપકડ કરવામાં લાગી ગઈ છે.

  આ પણ વાંચો - પોલીસ બનીને સ્ટેશનમાં ડ્યૂટી કરતો રહ્યો ‘નટવરલાલ’, થાનેદારથી લઇને SPને પણ ના પડી ખબર

  થાના પ્રભારીએ કાન પટ્ટી પર મારી હતી ગોળી

  મધ્ય પ્રદેશના (Madhya Pradesh)રિવા જિલ્લાના પનવાર થાના પ્રભારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી (Revolver)પત્નીની હત્યા કરીને પછી આત્મહત્યા કરી લીધી હતી. પનવારના થાના પ્રભારી હિરા સિંહ શહડોલના ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનું ઘર પોલીસ લાઇનની પાસે જ હતું. થાના પ્રભારી પત્ની રાની, 9 વર્ષની પુત્રી અને 14 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. તે મૂળ અનુપપુર જિલ્લાના ખમરિયા ગામના રહેવાસી છે.

  આ પણ વાંચો - રાજકોટ : 52 વર્ષનો વાસના ભૂખ્યો આધેડ સગીર પાસે હસ્તમૈથુન કરાવી રહ્યો હતો અને...

  ઘટના બની તે સમયે તેમની પુત્રી ટીવી જોઈ રહી હતી અને પુત્ર ટ્યૂશન ગયો હતો. જ્યારે પત્ની રાની રૂમમાં હતી. હીરા સિંહે પુત્રીને ટીવીનો અવાજ વધારવા માટે કહ્યું હતું અને પછી તે બીજા રૂમમાં જતા રહ્યા હતા. આ પછી થોડા સમય પછી રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળી પાડોશી તેમના ઘરે આવી ગયા હતા. પાડોશીઓએ દીકરીને માતા-પિતા વિશે પૂછ્યું તો તેણે રૂમ તરફ ઇશારો કર્યો હતો. પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો પણ કોઇ જવાબ આવ્યો ન હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. અંદર બંનેની લાશ પડી હતી. હિરા સિંહની કાન પટ્ટી પર ગોળી વાગવાનું નિશાન હતું. સર્વિલ્સ રિવોલ્વર પણ પાસે જ પડી હતી.
  Published by:Ashish Goyal
  First published: