સતના, મધ્ય પ્રદેશ : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)સતનામાં (Satna)દબંગોની દબંગઈ સામે આવી છે. દબંગોએ એક યુવક સાથે અમાનવીય વ્યવહાર કરતા તેની સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે પૈસાની લેવડદેવડમાં શશાંક સિંહ અને સુજીત સિંહે પોતાના બે સાથીઓ સાથે મળીને પીડિત સંતોષ પાંડેયને રોકીને તેનું અપહરણ (Kidnap)કર્યું હતું અને ગામથી દૂર લઇ જઈને ડંડાથી પિટાઇ કરી હતી. યુવક દયાની ભીખ માંગતો હતો અને પૈસા આપી દેવાની વાત કરતો રહ્યો. જોકે આરોપીઓના દિલ પીગળ્યા નહીં અને તે યુવકની પિટાઇ કરતા રહ્યા હતા.
આ પછી આરોપીઓએ પીડિતને ફિલ્મી સ્ટાઇલમાં થૂંક ચાટવા મજબૂર કર્યો હતો. દબંગોએ આ વિશે ફરિયાદ કરવા પર ગોળી મારવાની ધમકી આપી હતી. આરોપીઓ એટલા જોશમાં હતા કે તેમણે પોતાની દબંગઈનો વીડિયો પણ બનાવ્યો હતો.
મળેલી જાણકારી પ્રમાણે સતના જિલ્લાના રેંકવારનો રહેવાસી સંતોષ પાંડેય પોતાની પત્નીની સારવાર કરાવવા માટે 15 ઓગસ્ટે આવ્યો હતો. બીમાર પત્નીને હોસ્પિટલમાં એડમિટ કરીને તે દુકાનનો સામાન લઇને પોતાના ગામ રવાના થયો હતો. જોકે રસ્તામાં શશાંક સિંહ અને સુજીત સિંહે કાર સામે લાવીને સંતોષને રોક્યો હતો અને તેનું અપહરણ કર્યું હતું.
નાગૌદ ગામથી એક કિલોમીટર દૂર બલ્લાધાર પુલ પાસે લાવીને દબંગોએ સંતોષને ઘણો માર માર્યો હતો અને અમાનવીય વ્યવહાર કર્યો હતો. આરોપી તેની ડંડોથી પિટાઇ કરતા હતા અને તેનો એક સાથી તેનો વીડિયો બનાવતો હતો. દંબગોએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો. તેમણે સંતોષને ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટનાના બે દિવસ પછી સંતોષ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે ફક્ત પ્રતિબંધાત્મક કાર્યવાહીનો રિપોર્ટ લખ્યો હતો. તેનાથી દુખી થઇને તે જિલ્લા પોલીસ મુખ્યાલય પહોંચ્યો હતો અને ASPને મળીને ન્યાયની મદદ માંગી હતી. તેમણે પીડિતની ફરિયાદ સાંભળી નાગૌદ પોલીસ સ્ટેશનને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
આરોપી શશાંક સિંહ સપાક્સ પાર્ટીનો નેતા છે અને 2018માં સતના વિધાનસભા સીટથી ચૂંટણી લડી ચૂક્યો છે. જ્યારે સુજીત સિંહ તેનો નજીકનો મિત્ર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર