લૂંટની વિચિત્ર ઘટનાનો live video, ચપ્પુની અણીએ સાડીની લૂંટ કરી થયો ફરાર યુવક, કહેતો ગયો 'હવે તારા પાડોશીનો નંબર'

લૂંટની ઘટના અને પોલીસ સ્ટેશનની તસવીર

Madhya Pradesh news: સાડી લઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, ફરાર થતાં પહેલા તે કહેતો ગયો કે હવેનો નંબર તારા પડોશીનો આવશે. ઉલ્લેખનીય છે કે એલએમ કોમ્પ્લેક્સ શહેરની વચ્ચે સ્થિત છે. આ ઘટનાને લઈને વેપારીઓમાં રોષ ફેલાયો હતો.

  • Share this:
    ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) લૂંટની એક અજીબોગરીબ (OMG loot case) ઘટના સામે આવી છે. અહીં એક ભીડભાડ વાળા વિસ્તારમાં એક લૂંટારું ઘુસ્યો હતો. અને ચપ્પાની અણીએ લૂંટ કરીને (loot with knife point) ભાગી ગયો હતો. આ ઘટના અજીબોગરીબ એટલા માટે ગણી શકાય કારણ કે લુંટારું યુવકે દાગીના કે પૈસા નહીં પરંતુ એક સાડીની લૂંટ કરીને ભાગી ગયો હતો. ઉજ્જૈન શહેરમાં અનલોક થવાની સાથે જ ગુનાખોરી વધવા લાગી છે ત્યારે ગુંડા બનદમાશ રોજ પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે. હવે તો હદ થઈ ગઈ કે ભીડભાડવાળા બજારમાં એક દુકાનમાં ઘૂસીને બદમાશ લૂટપાશ કરીને ભાગી જાય છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેવાલ સીસીટીવીમાં (cctv) કેદ થઈ ગઈ હતી

    ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ઉજ્જૈન શહેરમાં માધવ નગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભીડભાડ વાળા વિસ્તારમાં આશરે 8 વાગ્યાની આસપાસ વેપારીઓ દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ લૂંટ કોઈ લાખો કરોડોની નહીં પરંતુ માત્ર એક સાડી થઈ હતી.

    ફેશન પોઈન્ટ સાડી કલેક્શન નામની દુકાનમાં માલિક નરેશ પરિહારની દુકાન એલએમ કોમ્પ્લેક્સમાં છે. ગત રાત્રે વિક્કી નામનો એક યુવક આઠ વાગ્યાની આસપાસ દુકાન ઉપર આવ્યો હતો. તેના સાથી દુકાનની બહાર ઊભા હતા.

    આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

    આ પણ વાંચોઃ-લગ્નમાં મૂકાયા નોટોનાં બંડલો અને દાગીનાના ઢગલાનું પ્રદર્શન, લોકોની પહોંળી થઈ ગઈ આંખો, video viral

    વિક્કીએ નરેશ પરિહારના ગળા ઉપર ચપ્પુ રાખ્યું હતું. અન પછી એક સાડીની ડીમાન્ડ કરી હતી. દુકાનદારે વિરોધ કરતા ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આ ઘટનાને જોઈને દુકાનમાં હાજર સેલ્સમેન ગભારોય હતો અને તેણે ફટાફટ એક સાડી કાઢીને આરોપીને આપી દીધી હતી.

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    સાડી લઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, ફરાર થતાં પહેલા તે કહેતો ગયો કે હવેનો નંબર તારા પડોશીનો આવશે. ઉલ્લેખનીય છે કે એલએમ કોમ્પ્લેક્સ શહેરની વચ્ચે સ્થિત છે. આ ઘટનાને લઈને વેપારીઓમાં રોષ ફેલાયો હતો.

    તેમનું કહેવું છે કે આરોપીઓ એટલા નિડર થયા છે કે ભીડભાડવાળા વિસ્તારમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ જાય છે. આ ઘટનામાં વિક્કી સહિત ત્રણ આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તેમને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
    Published by:ankit patel
    First published: