પ્રેમી બન્યો હેવાન! સંબંધીના લગ્નમાંથી મોડી આવી પ્રેમિકા, લિવ ઈનમાં રહેતી યુવતીના પ્રાઈવેટ પાર્ટ ઉપર બ્લેડથી કર્યો હુમલો
પ્રેમી બન્યો હેવાન! સંબંધીના લગ્નમાંથી મોડી આવી પ્રેમિકા, લિવ ઈનમાં રહેતી યુવતીના પ્રાઈવેટ પાર્ટ ઉપર બ્લેડથી કર્યો હુમલો
યુવતીની પ્રતિકાત્મક તસવીરઃ shutterstcok
Madhya Pradesh news: એક યુવતીના લગ્ન ગત વર્ષે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિનું મોત થયું હતું. પતિના મોત બાદ યુવતીએ ડબરામાં રહેનારા સતીશ શર્મા સાથે લિવ ઇનમાં રહેવા લાગી હતી.
ગ્વોલિયરઃ લિવ ઈન રિલેશનમાં (Live in relation) રહેતી યુવતી પોતાના સંબંધીના લગ્નમાં હાજરી (Relative marriage) આપવા માટે ગઈ હતી. તો તેનો પાર્ટનર (live in partner) હેવાન બની ગયો હતો. લગ્નમાંથી યુવતી મોડી આવી તો પાર્ટનર નારાજ થયો હતો. અને તેણે યુવતીને ઢોર માર (Girl beaten) માર્યો હતો. અને યુવતીના પ્રાઈવેટ પાર્ટ ઉપર બ્લેડ વડે હુમલો (Blade attack on a girl's private parts) કર્યો હતો. જેના કારણે યુવતી ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે આરોપી સતીશ શર્મા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.
પતિના મોત બાદ યુવતી લિવ ઇનમાં રહેવા લાગી
મધ્ય પ્રદેશના ગ્વોલિયર જિલ્લાના ડબરા શહેરમાં શિક્ષક કોલોનીમાં રહેનારી એક યુવતીના લગ્ન ગત વર્ષે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિનું મોત થયું હતું. પતિના મોત બાદ યુવતીએ ડબરામાં રહેનારા સતીશ શર્મા સાથે લિવ ઇનમાં રહેવા લાગી હતી.
જ્યારે શંકી લિવ ઇન પાર્ટનર બન્યો હેવાન
બે દિવસ પહેલા યુવતી કોઈ પરિચિતના ત્યાં લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી. આ વાત પર સતીશ શર્મા સાથે તેનો ઝઘડો થયો હતો. ત્યારબાદ સતીશે યુવતી ઉપ ચરિત્ર ઉપર લાંછ લગાવવાનું શરું કર્યું હતું. અને સતિશે યુવતીને ઢોર માર મારવાનું શરુ કર્યું હતું અને પછી બ્લેડ વડે યુવતીના પ્રાઈવેટ પાર્ટ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ સતીશ ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસે યુવતીને હોસ્પિટલ પહોંચાડી અને આરોપી સામે કેસ નોંધ્યો
જ્યારે ખરાબ રીતે ઘાયલ યુવતી ગંભીર હાલતમાં ડબરા પોલીસને ફોન કર્યો હતો. આ મામલાને ગંભીરતાથી જોઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી સતીશ ઉપર હત્યાની કોશિશની ફરિયાદ નોંધી હતી. અને ડબરા સિટી પોલીસના ટીઆઈ વિનાયક શુક્લાએ જણાવ્યું કે યુવતીએ પ્રાઈવેટ પાર્ટ ઉપર હુમલો કરીને તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદ નોંધીને આરોપી સતીશ શર્માની ધરપકડ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર