Home /News /national-international /

કરુણ ઘટના! નવા સ્પોર્ટ બાઈક ઉપર રાઈડ પર નીકળ્યા બે મિત્રો, ઘરે આવી બંનેની લાશો, પરિવારમાં આક્રંદ

કરુણ ઘટના! નવા સ્પોર્ટ બાઈક ઉપર રાઈડ પર નીકળ્યા બે મિત્રો, ઘરે આવી બંનેની લાશો, પરિવારમાં આક્રંદ

પોલીસ સ્ટેશનમાં પરિવારજનો

Madhya pradesh accident: ઈન્દોરના પૂર્વ રિંગ રોડ ઉપર રાતના લગભગ બે વાગ્યે બે યુવકોની લોહીથી લથપથ લાશ મળી હતી. અને બાજુમાં એકદમ તૂટેલી હાલતમાં બાઈક પડ્યું હતું. બાઈક એકદમ નવું હતું. શરુઆતમાં બંનેની ઓળખ ન થઈ શકે.

  વિકાસ સિંહ ચૌહાણ, ઇન્દોરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (accident in Indore) ખુબ જ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં બે યુવકોનું માર્ગ અકસ્માતમાં મોત (two friend died in Accident) નીપજ્યં હતું. બંને મિત્રો હતા. આ મિત્રો પૈકી એક મિત્રએ નવી બાઈક લીધી હતી. જેના ઉપર આંટો મારવા માટે બંને નીકળ્યા હતા. પરંતુ મોત તેમનું રસ્તામાં જ રાહ જોઈને ઊભું હતું.

  મળતી માહિતી પ્રમાણે ઈન્દોરના પૂર્વ રિંગ રોડ ઉપર રાતના લગભગ બે વાગ્યે બે યુવકોની લોહીથી લથપથ લાશ મળી હતી. અને બાજુમાં એકદમ તૂટેલી હાલતમાં બાઈક પડ્યું હતું. બાઈક એકદમ નવું હતું. શરુઆતમાં બંનેની ઓળખ ન થઈ શકે. પોલીસે તેમના મોબાઈ ફોન નંબર શોધ્યા અને કોલ ડિટેલમાં જઈને છેલ્લો કોલ જે નંબર ઉપર કર્યો હતો. તેના ઉપર ફોન કરીને બોલાવ્યા હતા. જાણવા મળ્યું કે તે દોસ્તનો નંબર હતો અને અને મિત્ર અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતાના બંને મૃત દોસ્તોની ઓળખ કરી હતી.

  સ્પોર્ટ બાઈક ઉપર રાઈડ કરવા નીકળ્યા હતા
  દુર્ઘટનામાં માર્યા ગયેલા યુવકોની ઓળખ મનીષ અને દેવ તરીકે થઈ હતી. બંને સારી મિત્રો હતા. અને એમપીપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. ગુજરાત અને મધ્ય પ્રદેશની સીમા ઉપર સ્થિત મેઘનગરમાં રહેનારા મનીષે તાજેતરમાં સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી. જેની ખુશી શેર કરવા માટે તે પોતાના મિત્ર દેવ પાસે ગુરુવારે રાત્રે ગયો હતો. રતલામ રહેનારો દેવ ઇન્દોરના દેવાસ નાકા પાસે ભાડેથી રહેતો હતો. બંને છાસવારે ફરવા જતા હોય છે.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

  નવી બાઈકે આપ્યો દગો
  મનીષ પોતાની નવી બાઈક દેખાડવા માટે દેવ પાસે પહોંચ્યો હતો અને પછી બંને રાઈડ ઉપર નીકળ્યા હતા. પરંતુ બંનેની આ અંતિમ સફર સાબિત થઈ હતી. બંને રિંગ રોડ ઉપર ઘાયલ અવસ્થામાં મળ્યા હતા. રાત્રે એક વાગ્યે ખજરાના પોલીસને ફોન ઉપર જાણકારી મળી હતી કે બે યુવકો ઘાયલ અવસ્થામાં રોડ ઉપર પડ્યા છે. જેના પગલે પોલીસે તત્કાલ એમવાય હોસ્પિટલ લઈ ગઈ જ્યાં બંનેને મૃત જાહેર કર્યા હતા.

  સ્પીડ બ્રેકરથી ઘટી દુર્ઘટના
  જે જગ્યાએ દુર્ઘટના થઈ તેની પાસે જ સ્પીડ બ્રેક છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઈક ફૂલ સ્પીડમાં હશે અને અચાનક સ્પીડ બ્રેકર આવવાથી જોરદાર બ્રેક લગાવવાથી બાઈક બેકાબુ થયું હશે અને ડિવાઈડર સાથે ટકરાયું હશે. જોકે, પોલીસ આજુબાજુમાં લગાવેલા સીસીટીવી શોધી રહી છે. શુક્રવારે બપોરે લાશોનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિજનોને સોંપવામાં આવી હતી. મૃતકોમાં એક યુવકના પિતા સેનામાં અધિકારી છે અને બીજાના પિતા વેપારી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Madhya pradesh, અકસ્માત

  આગામી સમાચાર