કોરોનાનો ડરઃ યુવકને ગાડી બહાર લટકતો રાખીને 15 કિમી સુધી લઈ ગઈ પોલીસ

News18 Gujarati
Updated: April 30, 2020, 2:45 PM IST
કોરોનાનો ડરઃ યુવકને ગાડી બહાર લટકતો રાખીને 15 કિમી સુધી લઈ ગઈ પોલીસ
Viral Photo: મહારાષ્ટ્રથી પગપાળા ઘરે જતાં યુવકની મદદ કરવાના અતિ ઉત્સાહમાં પોલીસે યુવકનો જીવ જોખમમાં મૂક્યો

Viral Photo: મહારાષ્ટ્રથી પગપાળા ઘરે જતાં યુવકની મદદ કરવાના અતિ ઉત્સાહમાં પોલીસે યુવકનો જીવ જોખમમાં મૂક્યો

  • Share this:
મુસ્તફા હુસૈન, નીમચઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે. આ બધાની વચ્ચે મધ્ય પ્રદેશના નીમચથી એક તસવીર સામે આવી છે જેમાં મહારાષ્ટ્ર પગપાળા પોતાના ગામે જઈ રહેલા યુવકને પોલીસે લિફ્ટ તો આપી દીધી, પરંતુ તેને ગાડીની બહાર લટકવા મજબૂર કરીને 15 કિલોમીટર સુધી લઈ ગઈ. આ ઘટનાની તસવીર અને વીડિયોની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. પોલીસે સંભવતઃ કોરોના (corona)ના ભયથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે આવું કર્યું હશે. એસપી (SP)એ કહ્યું કે આ અતિ ઉત્સાહમાં ઉઠાવવામાં આવેલું પગલું હતું જે ઘાતક સાબિત થઈ શકતું હતું.

નીમચના મનાસા પોલીસ સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે. તેને કોરોના વાયરસનો ડર કહો કે પોલીસની અતિ ઉત્સાહમાં કરવામાં આવેલી બેદરકારી, જેણે એક યુવકના જીવને જોખમમાં મૂકી દીધો. અહીં મહારાષ્ટ્રથી પરત ફરી રહેલા એક યુવકને પોલીસ લગભગ 15 કિલોમીટર સુધી પોતાના વાહનની પાછળ ફુટ રેસ્ટ પર ઊભો રખાવી લઈ ગઈ. મૂળે, મનાસા પોલીસને જાણ થઈ હતી કે એક યુવક મહારાષ્ટ્રથી પગપાળા આવી રહ્યો છે. તે નલખેડા ગામની નજીકથી પસાર થઈ રહ્યો છે. સૂચના મળતાં પોલીસ નલખેડા ગામથી યુવક સાથે પૂછપરછ કરવા અને તેને તપાસ માટે પોતાના વાહન પાછળ લટકવા મજબૂર કરીને મનાસા લઈ આવી.

આ પણ વાંચો, બેંકો બહાર ઘાત લગાવીને બેઠા છે માફિયા, રોકડા છીનવી ગરીબોનું ભરી રહ્યા છે પેટ

મજબૂરીમાં પગપાળા મુસાફરી કરી રહ્યો હતો યુવક

આ દરમિયાન લગભગ 15 કિલોમીટર સુધી યુવક પોલીસ વાહન પાછળ લટકતો રહ્યો. નસીબથી આ દરમિયાન કોઈ દુર્ઘટના ન બની નહીં તો પોલીસની બેદરકારીની સજા યુવકને ભોગવવી પડતી. યુવક મનાસાના સાકરિયાખેડી ગામનો રહેવાસી છે. તે મજૂરી માટે મહારાષ્ટ્ર ગયો હતો. લૉકડાઉન અને કોરોના સંક્રમણના કારણે મજૂરી કામ બંધ થયું તો યુવક ત્યાં જ ફસાઈ ગયો. બીજું કોઈ સાધન મળતાં તે પગપાળા જ પોતાના ગામ માટે રવાના થયો. રસ્તામાં તે પોલીસના હાથમાં આવી ગયો.

એસપીનું નિવેદનઆ મામલાની જાણ જ્યારે એસપી મનોજકુમાર રાયને થઈ તો તેઓએ પણ તેને ગંભીરતાથી લીધી. તેઓએ જણાવ્યું કે, લાગે છે કે પોલીસકર્મી પોતાના કર્તવ્ય પ્રત્યે અતિ ઉત્સાહમાં આ પ્રકારનું પગલું ભરી બેઠા. તેઓએ સ્વીકાર્યું કે આ પોલીસ અને યુવક બંને માટે ઘાતક બની શકતું હતું. એસપીએ કહ્યું કે, અમે સંબંધિત અધિકારીને સમગ્ર મામલાની જાણકારી માંગી છે. મામલાની તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2500 લોકોનાં મોત, ટ્રમ્પના સલાહકારે વુહાન લૅબને આપ્યા હતા કરોડો ડૉલર!
First published: April 30, 2020, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading