Home /News /national-international /VIDEO: અનોખી તપસ્યા, 9 દિવસ સુધી એક જ ખુરશી પર બેસી રહેશે આ શખ્સ, ખાધા-પીધા વગર કરે છે તપસ્યા

VIDEO: અનોખી તપસ્યા, 9 દિવસ સુધી એક જ ખુરશી પર બેસી રહેશે આ શખ્સ, ખાધા-પીધા વગર કરે છે તપસ્યા

માતાજીનો અનોખો ભક્ત

હકીકતમાં રહલી બ્લોકમાં આવતા ચાંદપુરમાં કમલેશ કુર્મી ચૈત્ર નવરાત્રિમાં એક આસન પર બેઠેલા છે. આ કઠોર સાધના માટે તેમણે 15 દિવસ પહેલાથી તૈયારી શરુ કરી દીધી હતી.

  • Local18
  • Last Updated :
  • Sagar, India
રિપોર્ટ-અનુજ ગૌતમ

સાગર: કહેવાય છે કે માતા આદિશક્તિ પોતાના ભક્તોની તમામ મનોકામના પુરી કરે છે. ભક્તો અલગ અલગ રીતે માતાને પ્રસન્ન કરવા માટે ઉપાસના કરે છે. બુંદેલખંડાન સાગરમાં 32 વર્ષનો એક શખ્સ શક્તિની એવી તપસ્યા કરી રહ્યો છે, જેને જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયા છે અને કહી રહ્યા છે કે આ બધા ન કરી શકે. તેણે પોતાના શરીરના અમુક ભાગ પર જવારા ઉગાડ્યા છે. 9 દિવસ સુધી ચાલનારી આ કઠોર તપસ્યામાં એક જ જગ્યા પર બેસીને કંઈ પણ ખાધા પીધા વગર રહેવાનો સંકલ્પ લીધો છે. આ શખ્સ દિવસમાં ફક્ત બે વાર 2 ચમચી દળ અને 2 ચમચી દહીંનો પ્રસાદ ગ્રહણ કરે છે.
" isDesktop="true" id="1363609" >


હકીકતમાં રહલી બ્લોકમાં આવતા ચાંદપુરમાં કમલેશ કુર્મી ચૈત્ર નવરાત્રિમાં એક આસન પર બેઠેલા છે. આ કઠોર સાધના માટે તેમણે 15 દિવસ પહેલાથી તૈયારી શરુ કરી દીધી હતી. તેના માટે થોડુ થોડુ ખાવાનું ઓછુ કરી દીધું. ચૈત્ર નવરાત્રિથી 5 દિવસ પહેલાથી અન્ન જળ ત્યાગ કર્યો. તે 2 ચમચી જળ અને 2 ચમચી દહી લઈ રહ્યો છે. અમાસના દિવસે નિર્જળા રહે છે અને ચૈત્ર નવરાત્રિની પ્રતિપદાને તે ગુરુ ભાઈના ઘરે વિરાજમાન માતા દુર્ગાની પ્રતિમા પાસે લાકડાની ખુરશીમાં આસન લગાવીને બેઠો છે.

આ પણ વાંચો: PHOTOS: લાલૂના પરિવારમાં ખુશીઓ આવી, તેજસ્વી યાદવની દીકરીને ઉંચકી દાદા લાલૂ વ્હાલ કરવા લાગ્યા

ગત વર્ષે સુતા સુતા કરી હતી સાધના


કમલેશની ઉપાસનાને જોવા માટે ગામલોકો ત્યાં પહોંચી રહ્યા છે. 9 દિવસ સુધી અહીં મહિલાઓ અને પુરુષો ભજનો અને ભક્તોનું આયોજન કરે છે. કમલેશ આમ તો દેવરી બ્લોકના સુના ગામનો છે, પણ ચાંદપુરમાં તેના ગુરુ ભાઈ ધર્મેન્દ્ર વિશ્વકર્માના ઘર પર માતાની આરાધના કરી રહ્યો છે. કમલેશ સતત વર્ષથી પોતાના શરીર પર જ્વારા વાવે છે.

આ અગાઉ ગત વર્ષે તેણે સુઈને પોતાના શરીર પર જવારા વાવી માતાની આરાધના કરી હતી. 9 દિવસ સુધી તે જમીન પર એક જ જગ્યાએ સુઈ રહ્યો હતો. આ વખતે ખુરશી પર બેસીને માતાની ભક્તિમાં લીન છે. કમલેશ મૂર્તિકાર પણ છે. તેના દ્વારા માટીની દુર્ગા પ્રતિમા પણ બનાવી છે, જે તેણે અહીં લગાવેલી છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો