Home /News /national-international /કોમી એકતા: મુસ્લિમ પરિવારે અખંડ રામાયણ પાઠનું કર્યું આયોજન, લોકોને આપ્યું ભાવભીનું આમંત્રણ

કોમી એકતા: મુસ્લિમ પરિવારે અખંડ રામાયણ પાઠનું કર્યું આયોજન, લોકોને આપ્યું ભાવભીનું આમંત્રણ

મુસ્લિમ પરિવારે રામાયણ પાઠનું કર્યું આયોજન

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં કોમી એકતાની મિસાલ જોવા મળી છે. પિછોર જિલ્લાના નંદના પિપરોનિયા પંચાયતના એક મુસ્લિમ પરિવારે અખંડ રામાયમ પાઠ કરાવાનો નિર્ણય કર્યો છે.

શિવપુરી: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં કોમી એકતાની મિસાલ જોવા મળી છે. પિછોર જિલ્લાના નંદના પિપરોનિયા પંચાયતના એક મુસ્લિમ પરિવારે અખંડ રામાયમ પાઠ કરાવાનો નિર્ણય કર્યો છે. આ અખંડ રામાયણને લઈને મુસ્લિમ પરિવારે કાર્ડ પણ છપાવ્યા છે. આ કાર્ડ પર લખ્યું છે કે, ખાન પરિવારનું સ્નેહિલ આમંત્રણ શ્રી શ્રી 1008 શ્રી અખંડ રામાયણ પાઠનું આયોજન થઈ રહ્યું છે. આ અખંડ પાઠનું આયોજન 29 જાન્યુઆરીને થઈ રહ્યું છે. અખંડ રામાયણ પાઠ બાદ હવન પૂજન અને ભંડારાનું આયોજન 30 જાન્યુઆરીએ કર્યું છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પિછોર વિધાનસભા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય કેપી સિંહ છે.


શિવપુરી જિલ્લાના પિછોરના નંદના પિપરોનિયા પંચાયતમાં પહેલી વાર મુસ્લિમ પરિવાર કાલી માતાના મંદિર પર અખંડ રામાયણ પાઠનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં લગભગ 8થી 10 હજાર લોકો એકઠા થશે, તેવી સંભાવના છે. ખાન પરિવારનું આ કાર્ડ અને આયોજન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ


હવે આ કાર્ડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મુસ્લિમ પરિવારે કાર્ડમાં શ્રીગણેશાય નામ પણ લખ્યું છે. ખાન પરિવારે અખંડ રામાયણ પાઠમાં જોડાવા માટે લોકોને આમંત્રણ કાર્ડ મોકલવામા આવ્યા છે. મુસ્લિમ પરિવારનો અખંડ રામાયણ પાઠ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. પૂર્વ સીએમ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથના મીડિયા એડવાઈઝર પીયૂષ બબેલે પણ આ કાર્ડને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યું છે.
First published:

Tags: Madhya pradesh

विज्ञापन