જ્યોતિરાદિત્ય સિંધિયાનો કમલનાથ પર પ્રહાર, કહ્યું - જનતા પ્રત્યે વફાદાર રહેનાર કુતરો છું

જ્યોતિરાદિત્ય સિંધિયાનો કમલનાથ પર પ્રહાર, કહ્યું - જનતા પ્રત્યે વફાદાર રહેનાર કુતરો છું

બીજેપીના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર વળતો પ્રહાર કર્યો

 • Share this:
  ભોપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણીમાં (MP Assembly Byelection 2020)નેતા અને રાજનીતિક દળો વચ્ચે ચાલી રહેલા શબ્દોના બાણ ચરમ પર પહોંચી ગયા છે. શનિવારે બીજેપીના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya Scindia)પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)પર વળતો પ્રહાર કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સિંધિયાએ કહ્યું કે કમલનાથ મને કુતરો કહે છે. હું કહું છું કે હા, હું કુતરો છું કારણ કે હું જનતાનો સેવક છું. કુતરો પોતાના માલિકની રક્ષા પણ કરે છે અને જો કોઈ ખોટા કામ (ભ્રષ્ટાચાર) કરે કે વિનાશકારી રાજનીતિ કરે તો કુતરો તેની પર હુમલો કરે છે.

  સિંધિયા અહીં અટક્યા ન હતા તેમણે કહ્યું હતું કે 15 મહિના સુધી કમલનાથને જનતાની યાદ આવી ન હતી. વલ્લભ ભવનમાં બેસીને પોતાનું ખિસ્સું ભરતા રહ્યા હતા. આજે જ્યારે તેમની સરકાર રસ્તા પર આવી ગઇ છે તો જનતા પાસે વોટ માંગવા જઈ રહ્યા છે.

  આ પણ વાંચો - ચીન મુદ્દે રાજનાથ સિંહનો કોંગ્રેસને જવાબ, કહ્યું - મેં ખુલાસો કર્યો તો ચહેરો બતાવવો મુશ્કેલ થઈ જશે  મધ્ય પ્રદેશની 28 વિધાનસભા સીટો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી થશે. મત ગણતરી 10 નવેમ્બરે થશે. આ 28 સીટો પર 12 મંત્રીઓ સહિત કુલ 355 ઉમેદવાર મેદાનમાં છે. બીજેપીએ એ 25 લોકોને ટિકિટ આપી છે જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં સામેલ થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: