આઝાદી સ્પેશ્યલ: આ મંદિરમાં 15 ઓગસ્ટ પહેલા જ મનાવવામાં આવ્યો સ્વતંત્રતા દિવસ!

15 ઓગસ્ટે દેશ પોતાનું 72મું સ્વતંત્રતા દિવસ ઉજવશે. જો કે, મધ્યપ્રદેશના મંદસૌરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં આઝાદીનો આ વાર્ષિક પર્વ પાછલા 10 ઓગસ્ટે જ મનાવી લેવામાં આવ્યો છે.

15 ઓગસ્ટે દેશ પોતાનું 72મું સ્વતંત્રતા દિવસ ઉજવશે. જો કે, મધ્યપ્રદેશના મંદસૌરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં આઝાદીનો આ વાર્ષિક પર્વ પાછલા 10 ઓગસ્ટે જ મનાવી લેવામાં આવ્યો છે.

 • Share this:
  15 ઓગસ્ટે દેશ પોતાનું 72મું સ્વતંત્રતા દિવસ ઉજવશે. જો કે, મધ્યપ્રદેશના મંદસૌરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં આઝાદીનો આ વાર્ષિક પર્વ પાછલા 10 ઓગસ્ટે જ મનાવી લેવામાં આવ્યો છે. આવું ત્રણ દશકા જુની એક પરંપરાને લઈને કરવામાં આવ્યું.

  ઈન્દોરથી લગભગ 250 કિલોમીટર દૂર મંદસૌરમાં શિવના નદીના કિનારે આ પ્રાચીન મંદિરમાં સ્વતંત્રતા દિવસ હિન્દૂ પંચાગના આધારે મનાવવામાં આવે છે. પશુપતિનાથ મંદિરના પુરોહિતો અને યજમાનોની સંસ્થા જ્યોતિષ અને કર્મકાંડ પરિષદના અધ્યક્ષ ઉમેશ જોશીએ જણાવ્યું કે, 15 ઓગસ્ટ, 1947ના દિવસે જ્યારે અંગ્રેજોથી દેશ આઝાદ થયો, ત્યારે હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી હતી. જેથી ભગવાન શિવના મંદિરમાં દરેક વર્ષે આ તિથિ અનુસાર પૂજા-પાઠ કરીને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.

  તેમને જણાવ્યું કે, આ વખતે તિથિ (શ્રાવણ કૃષ્ણ ચતુર્દશી) 10 ઓગસ્ટે પડી. જેથી અમે આ પરંપરા અનુસાર આ તિથિના દિવસે પશુપતિનાથ મંદિરમાં સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. જોશીએ જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસ પર ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવી.

  આ દરમિયાન દૂર્વા (પૂજામાં પ્રયોગ થનાર ખાસ રીતની ઘાસ)માં જળથી અષ્ટમુખી શિવલિંગનું અભિષેક કરવામાં આવ્યું અને દેશની ખુશાલી માટે પ્રાર્થના કરવામાં આવી. તેમને જણાવ્યું કે, મંદસૌરના પશુપતિનાથ મંદિરમાં શ્રાવણ કૃષ્ણ ચતુર્દશીના દિવસે સ્વતંત્રતા દિવસ મનાવવાની પરંપરા વર્ષ 1987થી ચાલું છે.
  Published by:Mujahid Tunvar
  First published: