વિચિત્ર કિસ્સો! બીજા લગ્નના 15 દિવસ બાદ સાવકી દીકરીને લઈને ભાગ્યો પિતા, પરિણીતાએ કરી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Indore News: અવિશ્વસનીય સત્યઘટનાની પોલીસમાં ફરિયાદ, એક વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા અને 15 દિવસ બાદ મહિલાની દીકરીને ભગાડી ગયો

  • Share this:
    ઈંદોર : મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઈંદોરમાંથી (Indore) એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક પરિણીત મહિલા (Married woman) સાથે પ્રેમ લગ્ન કર્યાના (Love Marriage) 15 દિવસમાં જ તેનો નવો પતિ (Husband) પોતાની દીકરી (Step Daughter) સાથે પરણવાની જીદ કરવા લાગ્યો હતો. ત્યાં સુધી કે અંતે તે સાવકી દીકરીને ભગાડી ગયો. આ ઘટના બાદ મહિલાનો બાલ બેહાલ થઈ ગયો છે. અંતે તેણે પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ઘટના જાણીને ચોંકી ગઈ હતી.

    બનાવની વિગતો એવી છે કે ઈંદોરના લસૂડિયા વિસ્તારની સ્કીમ નંબર 78ની આ ઘટનામાં સોમવારે રાતે એક મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પોતાના પતિની વિરુદ્ઘમાં ફરિયાદ આપી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ સંતોષ સિંહ છે જેની સાથે તેણે હાલમાં જ લગ્ન કર્યા હતા. લગ્નના 15 દિવસ બાદ તે પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો હતો.

    આ પણ વાંચો : સુરત : બૂટલેગરના સરઘસનો Viral Video, 'રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા,' જામીન મળતા મચાવી ધમાલ

    આ વાત અંગે મહિલાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો સંતોષ માન્યો નહોતો. મહિલાએ સમજાવ્યો કે હવે સંબંધમાં તે દીકરીનો સાવકો પિતા થાય છે અને સામાજિક પાપ છે. આવું વિચારવું પણ ન જોઈએ. જોકે, નિયત ખરાબ કરી ચુકેલો સંતોષ એકનો બે ન થયો અને સાવકી દીકરીને ભગાડી ગયો.

    આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે અને સંતોષ અને યુવતીને શોધખોળ શરૂ કરી નાખે છે. આમ ચોંકાવનારી સત્ય ઘટનાએ લોકોના હોંશ ઉડાવી દીધા છે.

    આ પણ વાંચો : સુરત : ઉલટી ગંગા! પતિની પીટાઈનો Viral Video, રણચંડી પત્નીએ ઘરમાં પૂરી ધોલાઈ કરી

    પોલીસને પ્રાથમિક રીતે આ અજુગતા લાગતા આ કિસ્સામાં કઈક જુદું જ થયું હોવાની આશંકા છે ત્યારે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સંતોષની શોધખોળ શરૂ છે. જોકે સામાજિક રૂઢિઓની વચ્ચે આ પ્રકારના કિસ્સાઓ જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. જોકે, ઘટના પોલીસ મથકમાં જ આવી હોવાથી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
    Published by:Jay Mishra
    First published: