મોરેના : મધ્ય પ્રદેશના મોરેના જિલ્લા (Morena District Madhya Pradesh)માં દુબઇથી પરત ફરેલા એક વ્યક્તિ અને તેના પરિવારના 11 લોકોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Report)આવ્યો છે. તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના એક દિવસ પહેલા જ વ્યક્તિએ તેની મૃત માતાની યાદમાં 1500 લોકો માટે ભોજન (Feast) સમારંભનું આયોજન કર્યું હતું. જે બાદમાં સ્થાનિક તંત્રએ જ્યાં આ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે આખી સોસાયટીને બંધ ખરી દીધી છે. જેનાથી આ જગ્યા કોરોના વાયરસનું નવું હોટસ્પોટ (Coronavirus Hotspt)ન બને.
વ્યક્તિની ઓળખ સુરેશ તરીકે કરવામાં આવી છે. સુરેશ દુબઈનમાં વેઇટર તરીકે કામ કરે છે. તે 17મી માર્ચના રોજ મોરેના આવ્યો હતો અને 20 માર્ચના રોજ તેણે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ ભોજન સમારંભમાં આશરે 1500 લોકોએ ભાગ લીધો હતો.
સુરેશને 25મી માર્ચના રોજ પોતાના શરીરમાં કોરોના વાયરસના લક્ષણો હોય તેવું લાગ્યું હતું. જોકે, તે તેના ચાર દિવસ પછી હૉસ્પિટલ ગયો હતો. જે બાદમાં તેને અને તેની પત્નીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા હતા. ગુરુવારે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં તંત્રએ વ્યક્તિના પરિવારના 23 લોકોના રિપોર્ટ કર્યાં હતાં. જેમાંથી 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
મોરેના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર આરસી બન્દીલે જણાવ્યું હતું કે, "અમે કોરોના પોઝિટિવ વ્યક્તિ અને તેની પત્નીના સંપર્કમાં આવેલા 23 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 10 લોકોમાં આઠ મહિલાઓ છે. હાલ તમામ લોકોને હૉસ્પિટલ ખાતે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમને 14 દિવસ સુધી ઘરમાં જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે."
વ્યક્તિ અને તેની પત્નીનો દુબઈમાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે કોઈ લક્ષણો દેખાયા ન હતા. મોરેના આવ્યા પહેલા તે અને તેની પત્ની બે દિવસ સુધી બીમારી રહ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર