Home /News /national-international /VIDEO: ઉજ્જૈન મહાકાલ મંદિર બહાર મહિલાઓ વચ્ચે જીવલેણ મારામારી

VIDEO: ઉજ્જૈન મહાકાલ મંદિર બહાર મહિલાઓ વચ્ચે જીવલેણ મારામારી

    ઉજ્જૈનનું મહાકાલ મંદિર આમ તો છે આસ્થાનું કેન્દ્ર, પણ તમે જે દ્રશ્યો વીડિયોમાં જોશો તે જોઈ આપ બોલી ઉઠશો કે આ તો મંદિર છે કે યુદ્ધનું મેદાન. મંદિરની બહારના આ દ્રશ્યો છે. મારપીટના આ ખતરનાક દ્રશ્યો જોઈ મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની જેમ આપ પણ દંગ રહી જશો.

    ઘટનાની સવિસ્તાર વાત કરીએ તો મંદિર બહાર ફૂલ-પ્રસાદ વેચવાને લઈને બે દુકાનદારો વચ્ચે તકરાર થઈ. જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. મામલો એટલે સુધી બિચક્યો કે બે પક્ષો જીવલેણ મારામારી પર ઉતરી આવ્યા.

    માત્ર 100 મીટર દૂર પોલીસ સ્ટેશન અને મહાકાલ મંદિરમાં પણ પોલીસચોકી હોવા છતાં અહીં પોલીસનું નામોનિશાન જોવા ન મળ્યું. કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ આશરે ૨૦ મિનીટ સુધી આ ખતરનાક મારપીટનો તમાશો ચાલતો રહ્યો. ન તો ટોળામાંથી કોઈએ હિંસક બનેલા આ લોકોને રોકવાની કોશિષ કરી. ન તો કોઈ પોલીસકર્મી અહીં ફરક્યો.

    ઘટનાને એક કલાક વીત્યા બાદ પોલીસે મારપીટ કરનારા બંને પક્ષો પોલીસ સ્ટેશને પહોંચતા બંને પક્ષો સામે મારપીટનો કેસ દાખલ કર્યો. જોકે કોઈની અટકાયત ન કરી. ખતરનાક રીતે થયેલી આ મારામારીની ઘટનાએ મહાકાલ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કરી દીધા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Blow, Madhya pradesh, Outside, Ujjain

    विज्ञापन
    विज्ञापन