સરકારી બાબુના ઘરેથી મળી આવી કરોડોની સંપત્તિ, ઘરમાં એક કિલોની સોનાની ઇટ પણ મળી

સરકારી બાબુના ઘરેથી મળી આવી કરોડોની સંપત્તિ, ઘરમાં એક કિલોની સોનાની ઇટ પણ મળી

અધિકારીના ઘરમાંથી લોકાયુક્તની ટીમને 4 થી 5 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિની જાણ થઇ છે

 • Share this:
  રિવા, મધ્ય પ્રદેશ : મધ્ય પ્રદેશમાં લોકાયુક્તે (Lokayukta Raid)ઉમરિયાના ભૂ સર્વેક્ષણ અધિકારીના ઘરે રેડ (Raid)કરી હતી. આ રેડ દરમિયાન અધિકારીના ઘરેથી કરોડો રૂપિયાની ચલ અચલ સંપત્તિ મળી આવી છે. તેના ઘરેથી એક કિલોની સોનાની ઇટ પણ મળી છે. આ અધિકારી ઉમરિયાના માનપુરમાં પોસ્ટેડ છે.

  ઉમરિયા જિલ્લાના માનપુરમાં ભૂ સર્વેક્ષણ અધિકારી મુનેંન્દ્ર કુમારના રિવામાં આવેલા ઘર પર લોકયુક્ત પોલીસની ટીમે રેડ કરી હતી. અધિકારીના ઘરેથી લગભગ 4 થી 5 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ મળી આવી છે. મુનેંન્દ્રના ઘરેથી લગભગ 1 કિલોની સોનાની ઇટ પણ મળી આવી છે. આ જોઇ લોકાયુક્ત પોલીસની ટીમ પણ ચકિત રહી ગઈ હતી. કાર્યવાહી સવારે 5 વાગે શરૂ થઈ છે જે મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે.

  આ પણ વાંચો - અમદાવાદ : શહેરના એક પોલીસ અધિકારી થયા મહિલા કોન્સ્ટેબલ પર આફરીન?

  5 કરોડની સંપત્તિ

  ભૂ સર્વેક્ષણ અધિકારી મુનેંન્દ્ર કુમાર સામે આવકથી વધારે સંપત્તિની ફરિયાદ મળી હતી. જે પછી તેના રિવા સહિત અન્ય ઘરોમાં લોકોયુક્ત પોલીસે રેડ કરી હતી. ઘરમાંથી લોકાયુક્તની ટીમને 4 થી 5 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિની જાણ થઇ છે.

  લોકોયુક્ત પોલીસના મતે ફરિયાદના આધારે મુનેંન્દ્ર કુમારના ભોપાલ, શહડોલ, ઉમરિયા અને રિવા સ્થિત ઘર પર એક સાથે રેડ કરવામાં આવી હતી. ટીમે જરૂરી દસ્તાવેજ મેળવ્યા તો ઘર પરથી રજિસ્ટ્રીની ઘણી કોપીઓ સહિત બેંકોના કાગળ પણ મળ્યા છે. આ સિવાય રિવામાં આવેલા ઘરેથી 1 કિલોની સોનાની ઇટ પણ મળી આવી છે. જોકે આરોપી મુનેંન્દ્ર ક્યાં છે તે વિશે જાણકારી મળી નથી.
  Published by:Ashish Goyal
  First published: