રાત્રે આ સફર દરમિયાન તેમણે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ભૂખ્યા તરસ્યા સાઈકલ ચલાવી હતી. લોકડાઉનના કારણે રસ્તામાં તેમને પાણી પણ મળ્યું ન હતું.
રજનિશ શેઠીઃ કોરોનાકાળમાં (coronavirus) લોકોને અનેક પ્રકારની કતલીફોનો સામનો કરવો પડે છે ત્યારે મધ્ય પ્રદેશના (Madhya Pradesh) આગરા માલવામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધને જ્યારે ખબર પડી કે તેની પત્નીનું દેહાંત (wife death) થયું છે અને લોકડાઉનના (lockdown) કારણે બધું જ બંધ છે. આવી સ્થિતિમાં વૃદ્ધ 13 કલાકમાં 130 કિલોમિટરનું અંતર કાપીને આગર માલવાથી સાસરી પહોંચીને પત્નીના અંતિમ સંસ્કાર (funeral) કર્યા હતા.
વૃદ્ધ રવિંકર પંવાર ઇન્દોરથી 10 કિલોમીટર દૂર તલાવલી ગામમાં રહે છે. તેમના લગ્ન 1986માં માલીપુરા આગર માલવાની રહેનારી યુવતી સાથે થયા હતા. તેમની પત્ની માનસિક રોગી હતી એટલા માટે તે થોડા સમયથી પોતાના પીયર રહેતી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી તેની પત્નીની તબીયત વધારે ખરાબ રહેવા લાગી હતી. અને 8 મેના રોજ નિધન થયું હતું. પત્નીના પરિજનોએ રવિશંકરને જાણ કરી હતી કે તેના પત્નીનું દેહાંત થયું છે જેથી તે માલવા આવી જાય.
રાત્રે આ સફર દરમિયાન તેમણે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ભૂખ્યા તરસ્યા સાઈકલ ચલાવી હતી. લોકડાઉનના કારણે રસ્તામાં તેમને પાણી પણ મળ્યું ન હતું. ઘરેથી જેટલું પાણી અને ખાવાનું લાવ્યા હતા. તેનાથી જ કામ ચલાવવું પડ્યું હતું.
13 કલાકની સફર કરીને તેઓ પોતાની મંજીલ સુધી પહોંચ્યા હતા. જ્યારે સાસરીના લોકોને એ જાણવા મળ્યું કે રવિ શંકર સાઇકલથી આગર માલવા આવ્યા છે તો દરેક લોકો ચોંકી ગયા હતા.
કોઈને આશા ન હતી કે તે સાઈકલથી આટલું લાંબુ અંતર કાપીને આવશે. રવિ શંકરે જણાવ્યું કે જો રાત ન હોત તો 7 કલાકમાં જ આગર આવી જાત. રવિશંકર પત્નીના અસ્થી સંચય કાર્યક્રમમાં સામેલ થયા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર