ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને દોરડાથી બાંધ્યા, 'ગાય માતાની જય'ના નારા લગાવડાવ્યા

News18 Gujarati
Updated: July 8, 2019, 10:05 AM IST
ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને દોરડાથી બાંધ્યા, 'ગાય માતાની જય'ના નારા લગાવડાવ્યા
ગૌ તસ્કરીની આશંકામાં 25 લોકોને દોરડાથી બાંધવામાં આવ્યા (Photo-ANI)

100 ગૌ રક્ષકો કથિત ગૌ તસ્કરી કરનારાઓને દોરડેથી બાંધી પોલીસ સ્ટેશન લઈ ગયા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મધ્ય પ્રદેશના ખંડવામાં ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને લગભગ 100 ગૌરક્ષકોએ રવિવારે પકડી લીધા. એક દરોડાથી તે તમામ લોકોના હાથ બાંધી તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. બાદમાં તમામ લોકોને તેમણે પોલીસના હવાલે કરી દીધા. મળતી જાણકારી મુજબ, ગૌરક્ષકોઐ આ તમામ પાસે ગાય માતાની જયના નારા પણ લગાવડાવ્યા.

મામલો ખંડવા જિલ્લા મથકથી લગભગ 60 કિમી દૂર સાંવલીખેડા ગામનો છે. સ્થાનિક પોલીસે આ કથિત ગૌ તસ્કરો અને ગૌરક્ષકોની વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. પોલીસે આ સંબંધમાં 16 લોકોની ધરપકડ કરી છે.

ગૌરક્ષકો દ્વારા ગૌ તસ્કરી કરનારાઓને બળજબરીપૂર્વક લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌ તસ્કરોને દોરડાથી બાંધવામાં આવ્યા અને કાન પકડાવીને તેમને સજા કરવામાં આવી.
Loading...

આ પણ વાંચો, ઘરડા માતા-પિતાને ઘરમાંથી કાઢતો હતો પુત્ર, Video થયો Viral

એસપી શિવદયાળ સિંહે કહ્યું કે અમે તમામ ગૌવંશની તસ્કરી કરનારા અને ગૌરક્ષકો બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અમે તે 7-8 વાહનો પણ પોતાના કબજામાં લીધા છે જેમાં ગૌ તસ્કરી કરવામાં આવી રહી હતી.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com