MP: આંગણવાડીમાં ભણે છે કલેક્ટરની દીકરી, રાજ્યપાલ આનંદીબેને કર્યા વખાણ

જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. પંકજ જૈન કહ્યું, મારી દીકરી પંખુડી જ્યાં ભણે તે આંગણવાડી કોઈ પ્લે સ્કૂલથી ઉતરતી નથી

News18 Gujarati
Updated: May 28, 2019, 3:02 PM IST
MP: આંગણવાડીમાં ભણે છે કલેક્ટરની દીકરી, રાજ્યપાલ આનંદીબેને કર્યા વખાણ
ડૉ. પંકજ જૈને પોતાની દીકરી પંખુડીનું આંગણવાડીમાં એડમિશન લીધું છે. (ફોટો ક્રેડિટ: dprokatni.blogspot.com)
News18 Gujarati
Updated: May 28, 2019, 3:02 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : સામાન્ય રીતે એવું સાંભળવા મળતું હોય છે કે કોઈ મોટા અધિકારીના બાળકો ઇન્ટરનેશનલ સ્કૂલ કે પછી વિદેશમાં અભ્યાસ કરે છે. પરંતુ મધ્ય પ્રદેશથી એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. આઈએએસ અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. પંકજ જૈન અનેક લોકો માટે ઉદાહરણરૂપ બની ચૂક્યા છે. તેઓએ પોતાની દીકરીનું એડમિશન મોટી નર્સરી સ્કૂલને બદલે આંગણવાડીમાં કરાવ્યું છે. ત્યારબાદથી સમગ્ર દેશમાં તેમના વખાણ થઈ રહ્યા છે અને લોકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે.

મધ્ય પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને આ વાતની જાણકારી મળતાં તેઓએ પણ આઈએએસ અધિકારી પંકજને શુભેચ્છા પાઠવી. તેના માટે રાજ્યપાલે પોતાની ખુશી વ્યક્ત કરતાં તેમને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ લખ્યું,

"લોક સેવક સમાજમાં પ્રેરણા કેન્દ્ર હોય છે, તેમના આચરણનું સમાજ પાલન કરે છે. કર્તવ્યો પ્રત્યે આપની સહજતાએ મને ઘણી બધી પ્રભાવિત કરી છે, આપના આ પ્રયાસથી શાસકીય સેવકોનું દાયિત્વ બોધ વધશે."


રાજ્યપાલ આનંદીબેને પટેલે લખેલો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આઈએએસ અધિકારીના આ પગલા વિશે લોકોને જાણ થતાં જ આનંદીબેને પત્રને શેર કરવામાં આવી રહ્યો છે. પત્રમાં રાજ્યપાલે આગળ લખ્યું છે કે, સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રભાવી સંચાલન પ્રતિ સકારાત્મક ચેતનાનો સંચાર થશે. આશા છે લોક સેવક તરીકે આ જ નિષ્ઠા અને સમર્પણની સાથે જનસેવામાં કાર્યરત રહેશો.

'પ્લે સ્કૂલથી ઉતરતું નથી આંગણવાડી કેન્દ્ર'

મધ્ય પ્રદેશના કટનીના જિલ્લા મેજિસ્ટ્રેટ પંકજની દીકરીનું નામ પંખુડી છે. જે પાસેની જ આંગણવાડી કેન્દ્રમાં રોજ ભણવા જાય છે. તેની પર મેજિસ્ટ્રેટ પંકજનું કહેવું છે કે, પંખુડી જે આંગણવાડીમાં અભ્યાસ કરવા જાય છે, તે કેન્દ્ર ઉપરાંત આસપાસના ચાર-પાંચ કેન્દ્ર કોઈ પ્લે સ્કૂલથી ઉતરતા નથી. જ્યારે જવાબદાર અધિકારી પોતાના બાળકોને અહીં મોકલે છે તો સ્થિતિ આપમેળે સુધરી જાય છે. તમે પણ નજર રાખો છો. કોઈ કચાશ હોય તો તેમાં સુધાર લાવવા માટે સલાહ-સૂચન પણ કરીએ છીએ.
આ પણ વાંચો, આ હોસ્પિટલમાં પહેલા જોવાય છે દર્દીની કુંડળી, પછી થાય છે સારવાર
First published: May 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...