Home /News /national-international /4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા શિક્ષક વિરુદ્ધ ડેથ વોરન્ટ, 2 માર્ચે અપાશે ફાંસી

4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા શિક્ષક વિરુદ્ધ ડેથ વોરન્ટ, 2 માર્ચે અપાશે ફાંસી

દુષ્કર્મનો આરોપી જેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે

મહેન્દ્રસિંહે બાળકીનું 30 જૂન 2018ના રોજ અપહરણ કર્યું હતું, તેને જંગલમાં લઈ જઈને બાળકની સાથે દુષ્કર્મ કર્યું અને તેને મરેલી સમજીને ફેંકી દીધી હતી

શિવેન્‍દ્રસિંહ બઘેલ

મધ્ય પ્રદેશના સતનાના પરસમનિયા ગામમાં ચાર વર્ષની એક માસૂમ સાથે દુષ્કર્મ કરવાનો દોષી મહેન્દ્રસિંહ ગોંડની વિરુદ્ધ જિલ્લા કોર્ટે ડેથ વોરન્ટ-ફાંસીનો અંતિમ આદેશ જાહેર કરી દીધો છે. ગોંડને 2 માર્ચની સવારે પાંચ વાગ્યે જબલપુર સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે.

આ મામલામાં નિચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજાને મધ્ય પ્રદેશન હાઈકોર્ટ દ્વારા કાયમ રાખ્યા બાદ એડિશનલ સેશન્સ જજ દિનેશ શર્માની કોર્ટે દુષ્કર્મીનું ડેથ વોરન્ટ કર્યું. બીજી તરફ, અધિકારીઓનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ આ સજા પર રોક નહીં લગાવે તો નિયત તાખરે ફાંસી આપી દેવામાં આવશે.

આ મામલામાં અપરાધ થવા અને અપરાધીને દોષી પુરવાર કરવામાં માત્ર 7 મહિનાનો સમય લાગ્યો. જો તેને ફાંસી આપવામાં આવે છે તો આ નવા કાયદા હેઠળ પહેલો એવો મામલો હશે જેમાં બાળકની સાથે દુષ્કર્મ કરનારાને ફાંસી મળશે.

આ પણ વાંચો, પછાત જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ 20 વર્ષની દીકરીને પતાવી દીધી

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ગોંડે બાળકીનું 30 જૂન 2018ના રોજ અપહરણ કર્યું હતું. તેને જંગલમાં લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને તેને મરેલી સમજીને ત્યાં જ ફેંકી દીધી હતી. બાળકીનો પરિવારે તેને મોડી રાતે બેભાન હાલતમાં શોધી કાઢી અને તાત્કાલીક હોસ્પિટલ લઈને ગયા. રાજ્ય સરકારે તાત્કાલીક તેને એરલિફ્ટ કરી દિલ્હી મોકલી. આ અપરાધે દેશને હલાવીને રાખી દીધો હતો. બીજી તરફ સ્કૂલ ટીચરની થોડાક જ કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.

ઘટનાના 81 દિવસની અંદર પોલીસની વિવેચના થઈ એન કોર્ટેનો ચુકાદો પણ આવી ગયો હતો. કોર્ટે 47 દિવસની સુનાવણી બાદ ચુકાદો સંભળાવી દીધો હતો. નાગૌદ સ્થિત એડિશનલ સેશન્સ જજ દિનેશ શર્માની કોર્ટે આરોપ પ્રમાણિત થતાં મહેન્દ્રને 19 ડિસેમ્બર 2018ના રોજ ફાંસીની સજા ફટકારી. ત્યારબાદ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પણ આરોપીની અપીલ ફગાવતાં 25 જાન્યુઆરીએ ફાંસીની સજા બરકરાર રાખી હતી.
First published:

Tags: Death Warrant, Jabalpur, Madhya pradesh, પોલીસ