...જ્યારે 1 વર્ષના દીકરાનું શબ લઈને દોઢ કલાક ભટકતા રહ્યા લાચાર મા-બાપ

મૃત દીકરાને ઊંચકીને ભટકી રહેલા પિતા

હૉસ્પિટલે કહ્યુ કે એક વર્ષના બાળકને લઈ જવા વાહન નથી મળતું, તેમ છતાંય લઈ જવું હોય તો ડીઝલના પૈસા ચૂકવવા પડશે

 • Share this:
  અલીરાજપુર : મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના અલીરાજપુર (Alirajpur) જિલ્લા હૉસ્પિટલમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના અજંદા ગામના રહેવાસી કદમ ચૌહાણ પોતાના એક વર્ષના બાળકને લઈ અલીરાજપુર આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. મોત બાદ બાળકના શબને લઈ જવા માટે કદમ અને તેની પત્ની આમ-તેમ ભટકતા રહ્યા, પરંતુ હૉસ્પિટલના વહીવટીતંત્રએ વાહન ઉપલબ્ધ ન કરાવ્યું. અંતે થાકીને જિલ્લા હૉસ્પિટલની સામે પાર્કિંગ ઝોનમાં બંને માતા-પિતા બાળકના શબની સામે બેસી ગયા અને રોકકળ કરવા લાગ્યા.

  શું છે સમગ્ર મામલો?

  મૂળે, કદમ (પીડિત પિતા)ને ડૉક્ટરોએ કહ્યું હતું કે, એક વર્ષના બાળકના શબને લઈ જવા માટે મફતમાં વાહન નહીં મળે. ડૉક્ટરે કહ્યુ હતું કે જો બાળકના શબને વાહનથી લઈ જવું છે તો તેમાં ડીઝલના પૈસા આપવા પડશે પરંતુ કદમની પાસે પૈસા નહોતા. મામલો મીડિયાના ધ્યાનમાં આવ્યો તો વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલીક શબને લઈ જવા માટે વાહન ઉપલબ્ધ કરાવ્યું.

  'સવાર બાદ ડૉક્ટર બાળકને જોવા ન આવ્યા, સાંજે મૃત જાહેર કર્યુ'

  બાળકના પિતાએ જણાવ્યું કે, ડૉક્ટર સવારે આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આવ્યા જ નહીં અને સાંજે આવ્યા તો કહ્યુ, તમારા બાળકની હાલત ગંભીર છે. અમે કંઈ નહીં કરી શકીએ, બહાર લઈ જાઓ. પછી થોડાક કલાક બાદ બાળકને શ્વાસ છોડી દીધો. બાદમાં બાળકના શબને લઈ જવા માટે વાત કરી તો ડૉક્ટરે કહ્યુ કે, એક વર્ષના બાળકના શબને લઈ જવા માટે કોઈ વાહન નથી આપવામાં આવતું, જો શબને વાહનથી લઈ જવાનું હોય તો ડીઝલના પૈસા આપવા પડશે.

  બીજી તરફ, પૈસા ન હોવાના કારણે બંને પતિ-પત્ની બાળકના શબને લઈને આમ-તેમ ભટકતા રહ્યા. અંતે થાકી-હારીને જિલ્લા હૉસ્પિટલની સામે બેસીને પોતાની કિસ્મત પર રડવા લાગ્યા અને બાળકના મોતનો શોક વ્યક્ત કરવા લાગ્યા.

  આ મામલામાં શિશુ વિશેષજ્ઞ ડૉક્ટર સચિન પાટીદારે જણાવ્યું કે, બદલાતી સીઝનના કારણે નિમોનિયાના કેસ વધી રહ્યા છે. આ ક્રમમાં નિમોનિયાની પીડિત એક બાળકનું મંગળવારે મોત થઈ ગયું, જેને પરિવાર ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલ લઈને આવ્યા હતા.

  આ પણ વાંચો,

  સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ
  બે વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયેલો 22 વર્ષીય જવાન સિયાચીન ગ્લેશિયરમાં શહીદ
  Published by:Mrunal Bhojak
  First published: