Home /News /national-international /મધ્ય પ્રદેશ: 131 વર્ષ જૂની અનોખી શાળા, આજે પણ વિદ્યાર્થીઓ દરરોજ ગાંધી ટોપી પહેરીને આવે છે શાળાએ

મધ્ય પ્રદેશ: 131 વર્ષ જૂની અનોખી શાળા, આજે પણ વિદ્યાર્થીઓ દરરોજ ગાંધી ટોપી પહેરીને આવે છે શાળાએ

ગાંધી ટોપી પહેરીને દરરોજ આવે છે અહીં વિદ્યાર્થીઓ

Harda News:હરદા જિલ્લાના છિપાવડમાં અનોખી સ્કૂલ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે પણ ગાંધી ટોપી પહેરીને આવે છે. આજના યુગમાં ભલે રાષ્ટ્રપિતા ગાંધીજીના આદર્શોને ભુલાવી દેવામાં આવ્યા હોય, પણ જિલ્લાની શાસકીય સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ 90 વર્ષોથી સ્કૂલમાં ગાંધી ટોપી પહેરીને આવે છે.

વધુ જુઓ ...
    હરદા (મધ્ય પ્રદેશ): આજે ગાંધી જયંતિ છે, આ અવસરે અમે આપને મધ્ય પ્રદેશની એક એવી શાળા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં આજે પણ ગાંધીજીની પરંપરાઓને સંભાળી રાખવામાં આવી છે. સ્કૂલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને ગાંધી ટોપી પહેરવામાં ગર્વની લાગણી અનુભવાય છે. સાથે જ ગાંધીજીના આદર્શો પર ચાલવાની પ્રેરણા મળે છે.સમગ્ર પંથકમાં આ શાળાને ગાંધીટોપી વાળી સ્કૂલના નામથી ઓળખવામાં આવે છે. જો કે, સ્કૂલમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જાય છે. પણ સ્કૂલ મેનેજમેન્ટ અને બાળકોનું કહેવું છે કે, તેઓ ગાંધીજીની પરંપરાને જીવંત રાખશે.

    હરદા જિલ્લાના છિપાવડ ગામમાં આવેલી આ શાસકીય સ્કૂલની શરુઆત 1 જાન્યુઆરી 1892ના રોજ થઈ હતી. તેની વિશેષતા એ છે કે, 131 વર્ષ જૂની આ શાળામાં ભણતા વિદ્યાર્થી છેક ત્યારથી લઈને અત્યાર સુધીના વિદ્યાર્થીઓનો રેકોર્ડ સુરક્ષિત રાખ્યો છે. એવું કહેવાય છે કે, આઝાદીની લડાઈ દરમિયા ગાંધીજી ખુદ હરદા આવ્યા હતા. તે સમયે ગાંધીજીએ અહીં ચરખો કાંત્યો હતો.

    આ પણ વાંચો: રાજકોટઃ ગાંધીજીના પ્રિય ચરખો કાંતવાના ફાયદા જાણશો તો કહેશો વાહ, જુઓ તસવીરો

    હવે ધોરણ આઠ સુધી ભણે છે 136 બાળકો


    ગાંધીજી અને તેના આદર્શો પ્રત્યે લોકોમાં ત્યારથી ભાવા હિલોળે ચડેલી છે.સ્કૂલમાં ગાંધી ટોપી પહેરવાની શરૂઆત આજે સ્કૂલમાં પરંપરાનું રૂપ લઈ ચુકી છે. વિદ્યાર્થી બલરામ મીણાના જણાવ્યા અનુસાર, અહીં ભણનારા તમામ વિદ્યાર્થીઓ ગાંધી ટોપી પહેરીને આવે છે. સ્કૂલમાં ઘોરણ 1થી 8 સુધી કુલ 136 બાળકો ભણે છે. અહીં બાળકોને ચરખાં કાંતવાનું પણ શિખવવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બને છે.


    બુનિયાદી શિક્ષણ પર ભાર


    આ સ્કૂલમાં શરુઆતથી જ ભણતરની સાથે સાથે બાળકોને બુનિયાદી શિક્ષણ પર ભાર આપવામા આવે છે. ત્યારથી તે આવી સ્કૂલમાં ભણવાની સાથે સાથે જીવનનિર્વાહ માટે બુનિયાદી શિક્ષણ આપવાની પરંપરા છે. સમય અને જરુરિયાતના હિસાબથી અમુક પરંપરાથી ઓછી થઈ છે પણ સ્કૂલની શિક્ષિકા જણાવે છે કે, બાળકો આજે પણ ગાંધી ટોપી પહેરીને ગર્વ અનુભવે છે. પંથકની સૌથી જૂની સ્કૂલના ટીચર જણાવે છે કે, વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આ પરંપરાનું પાલન કરી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Gandhiji, Madhya pradesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन