ભિખારી ઠંડીમાં કંપી રહ્યો હતો, DSPએ નજીક જઈ જોયું તો નીકળ્યો પોતાની બેચનો અધિકારી

ભિક્ષુક સાથે ડીએસપી

ભિક્ષુક મનીષે 2005 સુધી પોલીસ અધિકારી તરીકે કામ કર્યું હતું. છેલ્લે દતિયામાં પોલીસ અધિકારી તરીકે નોકરી કરી, પરંતુ બાદમાં...

 • Share this:
  ગ્વાલિયર: કેટલીકવાર જે સામે દેખાય છે, તેના પાછળનું સત્ય કંઈક બીજું જ હોય છે. ભિક્ષુક ભિખારીને બદલે અધિકારી નીકળે છે. અને આ વાત જ્યારે 10 વર્ષ પછી સાથી ડીએસપી(DSP)ના સામે આવે છે ત્યારે ડીએસપી પાસે બોલવા માટે કોઈ શબ્દ જ ન હતા. ફિલ્મ જેવી આ કહાની મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સામે આવી છે. વાત એવી છે કે, જ્યારે પોતાની કારથી ડી.એસ.પી. જતા હતા ત્યારે એક ઠંડીથી થથરી રહેલ ભિક્ષુક(Bruised)ને જોયો તો ગાડી તેની પાસે જઈ રોકી દીધી ત્યારે ખબર પડી કે સામે ભિક્ષુક ભિખારી નથી, પરંતુ તેની પોતાની બેચનો અધિકારી છે.

  મળતી માહિતી મુજબ, ગ્વાલિયર પેટાચૂંટણીની મતગણતરી બાદ ડીએસપી રત્નેશસિંહ તોમર અને વિજયસિંહ ભાદોરીયા ઝાંસી રોડથી રવાના થઈ રહ્યા હતા. જ્યારે તે લોકો બંધન વાટીકા પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર એક આધેડ ભિખારીને ઠંડીથી થથરી રહેલો જોયો. તેમણે કાર રોક્યા પછી બંને અધિકારીઓ ભિક્ષુક પાસે ગયા અને મદદ કરવાનો પ્રયાસ કર્યો. રત્નેશે પોતાના પગરખાં આપ્યાં હતાં અને ડીએસપી વિજયસિંહ ભદૌરીયાએ પોતાનું જેકેટ આપ્યું હતું. આ પછી, તેમણે તે ભિખારી સાથે વાત શરૂ કરી ત્યારે તે બંને ચોંકી ગયા. તે ભિખારી ડીએસપીની બેચના અધિકારી નીકળ્યો.

  10 વર્ષ પહેલાં થયા હતા ગુમ

  હકીકતમાં, ભિખારી તરીકે છેલ્લા 10 વર્ષથી જીવી રહેલા મનીષ મિશ્રા એક સમયે પોલીસ અધિકારી હતા. આટલું જ નહીં, તે એક પરફેક્ટ શૂટર પણ હતા. મનીષ 1999માં પોલીસની નોકરીમાં જોડાયા હતા. જે બાદ તેઓ મધ્યપ્રદેશમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેઓ પોલીસ અધિકારી તરીકે પોસ્ટ થયા હતા. તેમણે 2005 સુધી પોલીસ કર્મચારી તરીકે કામ કર્યું હતું. છેલ્લે દતિયામાં પોલીસ અધિકારી તરીકે નોકરી કરી હતી. પરંતુ ધીરે ધીરે તેમની માનસિક સ્થિતિ કથળવાનું શરૂ થયું. પરિવારના લોકો તેમનાથી પરેશાન થવા લાગ્યા. તેમને અનેક જગ્યા પર સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ એક દિવસ તે પરિવારની નજરથી છટકી ભાગી ગયા.

  ઘણી શોધખોળ બાદ પણ પરિવારને ખબર ન પડી કે મનીષ ક્યાં જતા રહ્યા. ત્યારબાદ તેમની પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ. પાછળથી પત્નીએ છૂટાછેડા લીધા. આ બાજુ મનીષ ધીરે-ધીરે રસ્તા પર ભીખ માંગવા લાગી જીવન ગુજારવા લાગ્યા. ભીખ માંગીને ખાતા લગભગ દસ વર્ષ પસાર થઈ ગયા.

  બંને ડીએસપીએ જણાવ્યું હતું કે, મનીષને તેમની સાથે વર્ષ 1999માં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ તરીકે ભરતી થયા હતા.. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ સ્થિતિમાં મનીષ એક દિવસ તેમને મળશે.

  ડીએસપી મિત્રોએ સારવાર શરૂ કરી

  બંનેએ મનીષ સાથે લાંબા સમય સુધી વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેને સાથે લઇ જવાની જીદ કરી. પરંતુ મનીષ સાથે જવા તૈયાર ન હતા. આ પછી, બંને અધિકારીઓએ મનીષને એક સામાજિક સંસ્થામાં મોકલ્યો. મનીષની સંભાળ ત્યાંથી શરૂ થઈ ગઈ છે.

  તમને જણાવી દઈએ કે, ડીએસપી મનીષનો ભાઈ પણ થાનેદાર છે અને પિતા અને કાકા એસએસપી પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની એક બહેન એમ્બેસીમાં સારા પદ પર છે. તેમની પાસેથી છૂટાછેડા લીધેલ મનીષની પત્ની પણ ન્યાયિક વિભાગમાં સારી પોસ્ટ પર છે. અત્યારે મનીષના બંને મિત્રોએ તેમની સારવાર ફરી શરૂ કરી દીધી છે.
  Published by:kiran mehta
  First published: