મહિલાએ યુવકને ચપ્પુના 25 ઘા મારીને પતાવી દીધો, પોલીસને ફોન કરીને કહ્યું- બળાત્કારીને મારી નાખ્યો

News18 Gujarati
Updated: October 17, 2020, 11:27 AM IST
મહિલાએ યુવકને ચપ્પુના 25 ઘા મારીને પતાવી દીધો, પોલીસને ફોન કરીને કહ્યું- બળાત્કારીને મારી નાખ્યો
પ્રતિકાત્મક તસવીર

Rapist Murder in Madhya Pradesh: યુવકની હત્યા બાદ ખુદ મહિલાએ ફોન કરીને પોલીસને માહિતી આપી. મહિલાના ફોન બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવકે નિષ્પ્રાણ પડ્યો હતો, તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું.

  • Share this:
ભોપાલ: ન કોઈ ફરિયાદ( FIR), ન કોઈ બીજી કાયદાકીય કાર્યવાહી. સ્થળ પર જ ફેંસલો કરી દીધો! કેસ મધ્ય પ્રદેશના ગુના (Guna) શહેરનો છે. અહીં એક મહિલાએ દુષ્કર્મ (Rape) અને બ્લેકમેઇલિંગથી કંટાળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. આરોપ છે કે મહિલા કથિત આરોપીથી એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેને ચાકુના 25 વાર કરીને મારી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં હાથરસના બનાવ બાદ દેશમાં મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર મામલે આક્રોશ ફેલાયો છે. દેશમાં મહિલા પર અત્યાચારની દરરોજ અનેક ઘટનાઓ સામે આવતી રહી છે.

શું છે બનાવ?

મહિલાનો આરોપ છે કે તેણી સગીર હતી ત્યારથી આ યુવક તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. વર્ષ 2005થી તેણીનું શારીરિક શોષણ કરવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ બૃજભૂષણ શર્મા છે અને તે અશોકનગર જિલ્લાનો રહેવાશી છે. આરોપી મહિલા આ જ વિસ્તારની રહેવાશી છે. મહિલાના જણાવ્યા પ્રમાણે જ્યારે તેણી 16 વર્ષની હતી ત્યારે બૃજભૂષણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર પછી પણ અનેક વખત ડરાવી અને ધમકાવીને તેની સાથે બળજબરી કરી હતી. બાદમાં મહિલાએ એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્ન પછી પણ બૃજભૂષણને તેનો પીછો છોડ્યો ન હતો.

આ પણ વાંચો: કોરોના અપડેટ: ભારત માટે આશાનું કિરણ, કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો

કેવી રીતે હત્યાને અંજામ આપ્યો

બનાવના દિવસે મહિલા જ્યારે પોતાના ઘરે એકલી હતી ત્યારે બૃજભૂષણ તેણીના ઘરે આવી પહોંચ્યો હતો. યુવક નશામાં હતો અને મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો હતો. પરંતુ મહિલાની ધીરજ ખૂટી ગઈ હતી અને તેણીએ ચાકુના ઘા મારીને યુવકની હત્યા કરી નાખી હતી. યુવકનો જીવ ન નીકળી ગયો ત્યાં સુધી તેણી તેના પર ચાકુથી પ્રહાર કરતી રહી હતી.આ પણ જુઓ-

પોલીસને જાણકારી આપી

યુવકની હત્યા બાદ ખુદ મહિલાએ પોલીસને આ અંગેની જાણકારી આપી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મહિલાના ફોન કૉલ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જોયું તો આરોપી નિષ્પ્રાણ પડ્યો હતો. શહીરમાં અનેક જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું. પોલીસને નજીકમાંથી જ એક ધારદાર ચપ્પુ મળ્યું હતું. હાલ પોલીસે મહિલાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 17, 2020, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading