Home /News /national-international /મધ્ય પ્રદેશ : આ દ્રશ્યો જોઈને તમારું કાળજું કંપી ઉઠશે, કૉંગ્રેસની ટીમ કરશે તપાસ

મધ્ય પ્રદેશ : આ દ્રશ્યો જોઈને તમારું કાળજું કંપી ઉઠશે, કૉંગ્રેસની ટીમ કરશે તપાસ

પોલીસે બેરહમીપૂર્વક લોકોને ફટકાર્યાં હતા.

દબાણ હટાવવા આવેલી ટીમે પાક પર જેસીબી મશીન ચલાવતા જ જમીનમાં ખેતી કરનાર દંપતીએ જંતુનાશક દવા પી લીધી હતી.

ભોપાલ : ગુના (Guna)માં દલિત પરિવાર સાથે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને હંગામો મચ્યો છે. જે બાદમાં શિવરાજ સરકાર (Shivrajsinh Chauhan Government)ને ઘેરવા માટે કમલનાથ (Kaman Nath) અને કૉંગ્રેસ પાર્ટી (Congress Party)મેદાનમાં આવી છે. આ ઘટનની તપાસ માટે કૉંગ્રેસે સાત લોકોની ટીમ બનાવી છે. આ ટીમ આવતીકાલે ગુના પહોંચીને આખા મામલાની તપાસ કરશે. કમલનાથે આ ટીમમાં પૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચન, રામનિવાસ રાવત, જયવર્ધન સિંહ, ફૂલસિંહ બરૈયા, સુરેન્દ્ર ચૌધરી, હરીલાલ અલાવા અને વિભા પટેલ સામેલ કર્યાં છે. આ ટીમ ઘટના સ્થળ પર પહોંચીને એ વાતની તપાસ કરશે કે આખી ઘટવાનું મૂળ શું છે.

તપાસ ટીમ આ મુદ્દાઓ અંગે તપાસ કરશે :

- ઘટના માટે કોણ જવાબદાર.
- કોના ઇશારે કાર્યવાહી કરવામાં આવી.
- પોલીસ અને જિલ્લા તંત્ર પણ કોનું દબાણ હતું.
- બેદરકારીના કારણો શું હતાં.
- કયા કયા અધિકારી અને કર્મચારીઓ ઘટના માટે દોષિત છે.
- પીડિત પરિવારની વ્યથા શું છે.
- પીડિત પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ શું છે.

રાહુલ ગાંધીનું ટ્વીટ

ગુના શહેરના જગનપુર ક્ષેત્રમાં એક સરકારી મૉડલ કૉલેજના નિર્માણ માટે નિર્ધારિત સરકારી જમીન પરથી બળબજરથી ખસેડવામાં આવેલા એક દલિત દંપતીને મંગળવારે વિરોધ કરતા ઝેરી દવા પી લીધી હતી. જે બાદમાં આ મામલાએ વધારે ગરમી પકડી લીધી હતી. સોશિયલ મીડિયામાં દલિત પરિવાર સાથે મારપીટનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "અમારી લડાઈ આવી વિચારસરણી અને અન્યાય વિરુદ્ધ છે."

રાહુલ ગાંધીના ટ્વીટ બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથ સહિતના કૉંગ્રેસના નેતાઓ હરકતમાં આવ્યા છે. આ ઘટનાને લઈને કૉંગ્રેસે એક તપાસ સમિતિ બનાવી છે. જે પોતાનો રિપોર્ટ સોંપશે. જેમાં એસસી, એસટી, ઓબીસી વર્ગના નેતાઓ સામેલ છે. આ ઘટનાને લઈને કૉંગ્રેસે ભાજપને ઘેરવાનો આખો પ્લાન તૈયાર કરી લીધો છે. આ મામલે કમલનાથની ટીમ શુક્રવારે ગુના પહોંચશે અને તમામ પાસાઓની તપાસ કરીને 48 કલાકમાં પોતાનો રિપોર્ટ પીસીસને સોંપશે.

શું છે આખો મામલો?

ગુનાના કેન્ટ થાણા વિસ્તારના જગતપુર ચોક પર દબાણ હટાવવા દરમિયાન હંગામો થયો હતો. મૉડલ કૉલેજ માટે રિઝર્વ 20 વિઘા જમીન પર વર્ષોથી દબાણ કરીને તેના પર ખેતી કરવામાં આવતી હતી. દબાણ હટાવવા માટે પોલીસ અને રેવન્યૂ વિભાગની ટીમ પહોંચી ત્યારે વિવાદ થયો હતો. પાક પર જેસીબી મશીન ચલાવતા જ દબાણ કરનાર દંપતીએ જંતુનાશક દવા પી લીધી હતી. જોકે, બંનેને બચાવી લેવાયા હતા.

પોલીસે માર માર્યો

આ દરમિયાન પોલીસે ઝેર પી લેનાર દંપતીને સારવાર માટે સરકારી હૉસ્પિટલ મોકલી દીધા હતા. જ્યારે ઘટનાસ્થળે હાજર મહિલાઓને સાથે મારપીટ કરી હતી. તેમના કપડાં ફાટી નાખ્યા હતા. એટલે સુધી કે પોલીસે બાળકોને પણ છોડ્યા ન હતા. તેમને ગાળો ભાંડી હતી અને લતાડ્યા હતા. ઘાયલ થયેલા ખેડૂતોને લાતો મારી હતી.

શિવરાજસિંહે કલેક્ટર અને એસપીને હટાવ્યા

ગુનામાં જમીન બચાવવા માટે પતિ-પત્નીએ જંતુનાશક દવા પી લેવાના મામલે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુના એસપી અને કલેક્ટરની બદલી કરી નાખી છે. તરુણ નાયકને હટાવીને તેમની જગ્યાએ રાજેશ કુમાર સિંહને નવા એસપી નિયુક્ત કરવામાં આવ્યા છે.
First published:

Tags: Kamal Nath, Madhya pradesh, Shivrajsinh chauhan, જમીન