ગુના : મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગુના જિલ્લામાં (Guna) મહિલા અત્યાચારનો એક જઘન્ય કિસ્સો સામે આવ્યો છે. પતિએ (Husband) અહીંયા પત્ની (Wife) સાથે એવું કૃત્ય કર્યુ છે કે જે જાણીને લોકોના હોંશ ઉડી જાય. અહીંયા એક પતિએ પોતાના કરજને ભરવા માટે તેની પત્નીને જ વેચી (Husband Sol Wife) નાખી હતી. જોકે મહિલાએ ખરીદદારો સાથે જવાનો ઇન્કાર કર્યો તો તેના પતિએ આ મહિલાને કૂવામાં ફેંકી દીધી હતી. 21મી સદીમાં વુમન એમ્પાવરમેન્ટ અને મહિલા સશક્તિકરણના નારાઓની વચ્ચે આ જઘન્ય ઘટનાએ આકાર લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, સ્થાનિકોને આ મામલામાં કઈ નવું નથી લાગતું. આ વિસ્તારોમાં આ પ્રકારની પ્રથા અમલમાં છે જેની આડમાં પતિ પત્નીનો સોદો કરી નાખે છે.
બનાવની વિગતો એવી છે કે મધ્યપ્રદેશના ગુનાના મૃગવાસા પોલીસ મથકની હદમાં એક પતિએ ઝઘડા પ્રથાની આડમાં તેની પત્નીને મરજીથી છોડવાના બદલે પત્નીને વેચી નાખવાનો નિર્ણય કર્યો હતો. આરોપ પતિ ગોપાલ ગુર્જર માથે કરજ થઈ ગયું હતું. ગોપાલે કરજ ચુકવવા માટે પત્નીને વેચવાનો નિર્ણય કર્યો હતો. ગોપાલે પત્નીને 50,000 રૂપિયામાં વેચવાનો નિર્ણય કરી રૂપિયા પણ લઈ લીધા હતા. જો પત્ની જતી રહે તો ગોપાલને પૈસા મળે. જોકે, પત્નીને જાણ થતા તેણે વિરોધ કર્યો.
પીડિત મહિલા લાડો બાઈએ જણાવ્યું કે મગંળવારે અડધી રાતે 3 અજાણ્યા લોકો તેના ઘરે આવ્યા અને તેના પતિ સાથે કઈક ચર્ચા કરી. ત્યારબાદ પતિ ગોપાલે કહ્યુ કે ચૂપચાપ આ લોકો સાથે જતી રહે. બહાર જઈને જોયું ત્રણ લોકો હતા અને મને લઈ જવા માટે દબાણ કરી રહ્યા હતા. જોકે, મેં ઇન્કાર કર્યો તો સાસુ-સસરા પણ દબાણ કરવા લાગ્યા
મહિલાએ પોલીસને જણાવ્યું કે મે ઇન્કાર કર્યો તો આ શખ્સોએ મને માર મારવાની શરૂઆત કરી ત્યારબાદ પતિ, સાસુ-સસર મને ઢસડી અને ખેતર પાસે લઈ ગયા અને કૂવામાં ફેંકી દીધી. જોકે, ચોકીદારે મને કૂવામાંથી બહાર કાઢી. હું ઘરે ગઈ તો મને કહ્યું કે દરવાજો બંધ છે તું જતી રહેજે.
મહિલાનું પીયર ચાંચોડા ગામ હતું. તેના લગ્ન તો નાનપણમાં જ કરી નાખવામાં આવ્યા હતા. મહિલાના પિતા નારાયણ ગુર્જર તેને લઈને પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસને જોતાવેત જ તેનો પતિ ભાગી ગયો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રાજગઢ અને ગુના જિલ્લામાં આજે પણ ઝઘડા પ્રથા કાયમ છે. આ પ્રથા અંતર્ગત પરિણીત મહિલા પતિને છોડીને તેના ઘરે જાય તો તેને મોટી રકમ મળે છે. આ પ્રથાની આડમાં જ મહિલાને વેચવામાં આવે છે તેવા પણ સ્થાનિક સ્તરના અહેવાલો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર