મધ્ય પ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર ઓપન જેલમાં જશે, માર્ગદર્શિકાને લઈને શિવરાજ સરકાર સખ્ત
મધ્ય પ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર ઓપન જેલમાં જશે, માર્ગદર્શિકાને લઈને શિવરાજ સરકાર સખ્ત
રસી પછી પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે: વૈજ્ઞાનિકોના મત રસી લીધા પછી પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. જેનું કારણ એવું છે કે રસી લીધા બાદ તે શરીર પર અસર કરે તેમાં સમય લાગતો હોય છે.
અનુરાગ શ્રીવાસ્તવ, ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં વધી રહેલા કોરોના કેસને લઈને સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યમાં હવે માસ્ક (Mask) ન પહેરતા લોકોને ઓપન જેલ (Open Jail)માં મોકલવામાં આવશે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે (CM Shivrajsinh Chauhan) માસ્ક ન પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો આદેશ કર્યો છે. આ જેલમાં માસ્ક ન પહેરતા લોકોને થોડો સમય રાખવામાં આવશે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus Cases- Madhya Pradesh) વધારે છે ત્યાં કટોકટી વ્યવસ્થા સમિતિ તરફથી કરવામાં આવેલી ભલામણોને આધારે લગ્ન જેવા આયોજનોમાં આમંત્રિતોની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે.
સીએમ શિવરાજે કોરોના અંગે સમીક્ષા બેઠકમાં જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે ત્યારે લગ્ન જેવા આયોજનો પર બિન-જરૂરી પ્રતિબંધો ન લગાવવાનો આદેશ આપ્યો છે. જ્યારે માસ્ક ન પહેરવાથી લઈને અન્ય બેદરકારી દાખવતા લોકોને થોડો સમય સુધી ઓપન જેલમાં રાખવાનો આદેશ કર્યો છે. જે લોકો હોમ આઈસોલેશમાં છે તેમના ઘર બહાર આ પ્રકારની સૂચના લગાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ સાથે સાથે મુખ્યમંત્રી શિવરાજે કહ્યુ હતુ કે, કોરોના યોદ્ધા ડૉક્ટર શુભમ ઉપાધ્યાય કોરોના દર્દીઓની સેવા કરતાં કરતાં શહીદ થયા છે. તેમને બચાવવાના ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે તેમને ચેન્નાઇ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેના પૂર્વે જ તેમનું નિધન થઈ ગયું હતું. તેમના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોનાથી સાજા થવાનું પ્રમાણ 91.1 ટકા છે, જ્યારે પોઝિટિવિટી રેટ 5.5 ટકા છે. અહીં મૃત્યુદર 1.6 ટકા છે. રાજ્યમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 14 હજાર 677 છે. પ્રદેશમાં દરેક 10 લાખ વ્યક્તિએ કોરોના ટેસ્ટની સંખ્યા 42 હજાર 889 છે.
આ પણ જુઓ-
જિલ્લાવાર સમીક્ષામાં માલુમ પડ્યું છે કે કોરોનાના સૌથી વધારે નવા કેસ ઇન્દોરમાં 556 આવ્યા છે. ભોપાલમાં 313, ગ્લાલિયરમાં 95, જબલપુરમાં 85, રતલામમાં 51 અને વિદિશામાં 33 નવા કેસ સામે આવ્યા છે. આ જિલ્લાઓમાં વિશેષ ધ્યાન આપવાનું મુખ્યમંત્રી તરફથી કહેવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર