અંકિત ફ્રાન્સિસ
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018ના પરિણામ આવી ચૂક્યા છે એન કોંગ્રેસ પૂર્ણ બહુમતના આંકડાથી માત્ર બે ડગલાં દૂર 114 પર અટકી ગઈ છે. બીજી તરફ ભાજપ માટે કોઈ ખરાબ સપના સમાન સાબિત થઈ છે. 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપના 11 મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે અને પાર્ટી 109 સીટોથી આગળ નથી વધી શકી. શિવરાજ સરકારની આ હારના અનેક પ્રકારના વિશ્લેષણ કરવામાં આવી રહ્યા છે પરંતુ પાંચ એવા મુદ્દા રહ્યા જેના કારણે ભાજપના ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું...
1. ખેડૂતોની દુર્દશા
ગ્રામ્ય વિસ્તારોની જનતા અને ખાસ કરીને ખેતી પર આધારિત પરિવારોએ શિવરાજ સરકારને જાકારો આપ્યો છે. પાકના યોગ્ય ભાવ મેળવા માટે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી 6નાં મોત પોલીસ ફાયરિંગમાં થયા હતાં. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના 2014થી 2016 સુધી રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો દરમાં 21 ટકાનો વધારો થયો છે. ખેતીમાં થઈ રહેલા નુકસાનને કારણે ખેતી અને ગામ છોડી ખેડૂતો શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. શિવરાજ સરકારે ખેડૂતો માટે મોટા-મોટા વાયદાઓ કર્યા પરંતુ જમીન પર તે બધું અસરદાર સાબિત ન થયું.
2. એસસી/એસટી આંદોલન અને સવર્ણ આંદોલન
શિવરાજસિંહની સરકારે અનામતના મુદ્દે કહ્યું હતું કે 'કોઈ માઇ કા લાલ આરક્ષણ ખતમ નહીં કર સકતા'. એસસી/એસટી એક્ટના વિરોધમાં થયેલા સવર્ણ આંદોલન દરમિયાન સપાક્સ અને અન્ય સંગઠનોએ આ નિવેદનને મુદ્દો બનાવ્યો હતો. સપાક્સે આ મુદ્દે 230 સીટો પર ચૂંટણી લડી એન દરેક સીટ પર એવરેજ 2500 વોટ મેળવ્યા જેનું નુકસાન ભાજપને થયું. સવર્ણ આંદોલનને કારણે ભાજપથી બ્રાહ્મણ, ઠાકુર અને વૈશ્યોનો એક હિસ્સો દૂર થયો તો 2 એપ્રિલથી એસસી/એસટી ભારત બંધ દરમિયાન થયેલી હિંસા અને મોતોના કારણે દલિતોનો મોટો હિસ્સો કોંગ્રેસના પક્ષમાં ચાલ્યો ગયો.
આ પણ વાંચો, જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંદાજમાં આપ્યો શિવરાજસિંહને જવાબ
3. રોજગાર
2015માં રાજ્યમાં 579 યુવાઓએ બેરોજગારીના કારણે આત્મહત્યા કરી હતી. તે દેશમાં સૌથી વધુ છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતથી પણ વધુ. સરકારી આંકડાઓ મુજબ મધ્ય પ્રદેશમાં લગભગ 1.41 કરોડ લાખ યુવા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 53 ટકા બેરોજગાર વધ્યા છે. ડિસેમ્બર 2015માં નોંધાયેલા બેકારોની સંખ્યા 15.60 લાખ હતી જે ડિસેમ્બર 2017માં 23.90 લાખ થઈ ગઈ છે. જાણકારો મુજબ, કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બેરોજગારોને 10000 રૂપિયા પ્રતિ મહિને આપવાનો વાયદો કર્યો હતો જે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે.
4. ભ્રષ્ટાચાર
વ્યાપમં સ્કેમ, ખનન અને ડંપર સ્કેમ અને ઇ-ટેંડરિંગ સ્કેમ શિવરાજ સરકારની ત્રણ મોટી નિષ્ફળતાઓનો પુરાવો છે. વ્યાપામં તો દેશના સૌથી મોટા સ્કેમમાં સામેલ થાય છે. આંકડાઓના હિસાબથી 2009થી 2015 સુધીમાં (આ સમય ભાજપના શાસનનો જ છે) મધ્ય પ્રદેશમાં ગેરકાયદે ખનનના 42,152 મામલા નોંધાયા છે. આ કારોબારમાં શિવરાજસિંહ સામેલ હોવાના પણ આરોપ લાગ્યા. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને દોષમુક્ત જાહેર કર્યા. આ વર્ષે ઇકોનોમિક્સ ટાઇમ્સે ખુલાસો કર્યો હતો કે સરકારી તંત્રમાં અનેક વર્ષોથી આ સ્કેમ ચાલુ છે. હજુ શરૂઆતની તપાસની વિગતોને માનીએ તો તેનાથી સરકારને લગભગ 3,000 કરોડ રૂપિયાનો ફટકો લાગી ચૂક્યો છે.
5. એન્ટી ઇનકંબેંસી અને મહિલા વોટર્સ
રાજકીય જાણકારો માને છે કે ત્રણ ટર્મથી ભાજપ સરકારમાં હોવા છતાંય જનતાને સીધો કોઈ ફાયદો નહોતો મળ્યો, જેનું નુકસાન એંટી ઇનકંબેંસી રીતે શિવરાજ સરકારને ઉઠાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે, શિવરાજ સરકારે આ વર્ષે બજેટમાં જણાવ્યું કે રાજ્ય પર લોનનો ભાર વધીને 1,87,637 કરોડ રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, શિવરાજના પક્ષમાં મતદાન કરતી મહિલાઓ પણ તેમનાથી મોં ફેરવી લીધું. મહિલા બહુમતીવાળી 35 સીટોમાંથી 27 પર કોંગ્રેસે જીત મેળવી. ભારત સરકારની ફ્લેગશીપ યોજના ઉજ્જવલાના અમલીકરણમાં ઢીલાશના કારણે જે મહિલાઓને તેની ખરેખર જરૂર હતી તેમના સુધી યોજના પહોંચી જ ન શકી. તેના કારણે મહિલા મતદારોએ પણ શિવરાજ સરકારને અંગૂઠો બતાવી કોંગ્રેસનો હાથ પકડી લીધો.