લસણ ચોરને ખેડૂતોએ નગ્ન કરીને ફટકાર્યો, વીડિયો થયો વાયરલ

લસણ ચોરને ખેડૂતોએ નગ્ન કરીને ફટકાર્યો, વીડિયો થયો વાયરલ
ખેડૂતોએ યુવકને નગ્ન કરી તેની સાથે જોરદાર મારઝૂડ કરી.

કથિત ચોરને નગ્ન કરી લસણની બોરીઓ ઉંચકાવી, ખેડૂતોએ તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો

 • Share this:
  નરેન્દ્ર ધનોટિયા, મંદસૌર : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના મંદસૌર જિલ્લા (Mandsaur District)ના એક માર્કેટ યાર્ડ (Market Yard)માં લસણ ચોરી (Stealing Garlic) કરવાની આશંકા પર એક યુવકને ખેડૂતોએ નગ્ન કરીને ફટકાર્યો હતો. આ ઉપરાંત તેનો વીડિયો ઉતારીને વાયરલ (Viral Video) પણ કરી દીધો છે. સંબંધિત મામલામાં જાણકારી મળતાં પોલીસ સ્ટેશન પ્રભારી એસએલ બૌરાસીનું કહેવું છે કે આ ખૂબ ગંભીર મામલો છે, અમે તપાસ શરૂ કરી દીધી છે અને જે અપરાધી વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે, મંદસૌર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ચોરી કરવાના આરોપમાં ખેડૂતોએ એક યુવકને નગ્ન કરીને ખૂબ જ માર્યો હતો. આ ઉપરાંત નગ્ન અવસ્થામાં તેની પાસેથી લસણની બોરીઓ ઉચકાવી. કથિત ચોર સાથે મારઝૂડ અને તેની સાથે લસણની બોરીઓ ઉચકાવવાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો.

  વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખેડૂતોએ કેવી રીતે લસણ ચોરીના આરોપમાં એક યુવકને નગ્ન કરી તેની સાથે ક્રૂરતાથી મારઝૂડ કરી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશન પ્રભારી એસએલ બૌરાસીએ મામલની તપાસ કરી આરોપીઓ પર આકરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. સ્થાનિકોમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે વાયરલ વીડિયોમાં દેખાતાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ શું કાર્યવાહી કરે છે.

  આ પણ વાંચો, વ્હીલચેર પર બેઠેલા દિવ્યાંગને ચોર કહીને ક્રૂરતાથી માર્યો, વીડિયો વાયરલ
  Published by:News18 Gujarati
  First published:January 07, 2020, 10:37 am