ખેડૂત માટે 'કાળા' ઘઉં બની ગયા પીળું 'સોનું', 12 રાજ્યમાંથી ઓર્ડર મળ્યાં

ખેડૂત માટે 'કાળા' ઘઉં બની ગયા પીળું 'સોનું', 12 રાજ્યમાંથી ઓર્ડર મળ્યાં
કાળા ઘઉં.

વિનોદ ચૌહાણે પોતાના ખેતરમાં પાંચ ક્વિન્ટલ ઘઉંનું વાવેતરણ કર્યું હતું, જેમાંથી તેમને 200 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થયું છે.

 • Share this:
  ધાર : સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત ખેતી (Traditional Farming) કરવામાં જ વિશ્વાસ રાખતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ધારના એક ખેડૂતે પરંપરાગત ખેતી ન કરતા કંઈક અલગ વિચાર્યું અને તેનાથી તેનું ભાગ્ય જ બદલાઈ ગયું હતું. ધારના એક નાના ગામ સિરસૌદાના ખેડૂત વિનોદ ચૌહાણ (Vinod Chauhan)ની હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વિનોદ ચૌહાણે કાળા ઘઉં (Black Wheat) ઉગાડ્યા છે, જેણે તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. આ કાળા ઘઉં વિનોદ ચૌહાણ માટે પીળું સોનું સાબિત થયા છે.

  ખેડૂત વિનોદ ચૌહાણે પોતાના 20 વિઘા ખેતરમાં કાળા ઘઉંનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થયો ત્યારે વિનોદ ચૌહાણની ખુશીનો પાર રહ્યો ન હતો. કારણ કે તેની પાસે દુર્લભ કાળા ઘંઉની ખરીદી કરવા માટે 12 રાજ્યમાંથી ઓર્ડર છે.  ખેડૂત માલામાલ થયો

  ધારના એક નાના ગામ સિરસૌદાના ખેડૂત વિનોદ ચૌહાણ આજકાલ ખૂબ જ વ્યસ્ત છે. કામ અને સતત આવી રહેલા ફોનને કારણે તેઓ ખૂબ વ્યસ્ત છે. વિનોદે 20 વિઘા ખેતરમાં પાંચ ક્વિન્ટલ ઘઉંનું વાવેતર કર્યું હતું. પાકનો ઉતારો 200 ક્વિન્ટલ આવ્યો છે. નોંધનીય છે કે કાળા ઘઉં સામાન્ય ઘઉંથી ખૂબ વધારે પૌષ્ટિક હોય છે. તેમાં આયર્ન પણ વધારે પ્રમાણમાં હોય છે. એટલું જ નહીં પોતાની ગુણવત્તા અને ગુણોને કારણે તે સામાન્ય ઘઉંથી બે ગણી કિંમતે વેચાય છે. આ જ કારણે વિનોદ ચૌહાણ માલામાલ થઈ ગયા છે.  આ પણ વાંચો : ટિકટોક સ્ટાર શિવાનીની તેના મિત્રએ જ ગળું દબાવીને કરી હત્યા, સલૂનમાંથી મળી લાશ

  12 રાજ્યમાંથી માંગ

  વિનોદ ચૌહાણ કહે છે કે કાળા ઘઉંની એક અલગ જ કહાની છે. તેઓ પરંપરાગત ખેતીથી લઈને કંઈક અલગ જ કરવા માંગતા હતા. આ જ કારણે તેમણે યુ-ટ્યુબ સહિત અનેક માધ્યમની તપાસ કરી હતી. આ દરમિયાન તેમને કાળા ઘઉં અંગે માલુમ પડ્યું હતું. જે બાદમાં કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો અને પોતાના ખેતરમાં કાળા ઘઉં ઉગાડવાની તૈયાર કરી હતી. આ માટે જ તેમણે ખેતરમાં કાળા ઘઉં ઉગાડ્યા હતા અને પરિણામ દુનિયાની સામે છે. આ ઘઉંના ભાવ સામાન્ય ઘઉંથી બે ગણા તો છે જ સાથે તેની માંગ પણ વધારે છે.

  નીચે વીડિયો જુઓ : પરપ્રાંતિય મજૂરો 'કર્મભૂમિ' ગુજરાતમાં પરત ફર્યાં

  કૃષિ વિભાગ દેખરેખ રાખશે

  કાળા ઘઉંની ખેતીને કૃષિ વિભાગના અધિકારી પણ સારો સંકેત માની રહ્યા છે. ઉપસંચાલક આર.એલ. જામરે કહે છે કે, આ ઘઉં ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ લાભકારક છે. જોકે, કૃષિ વિભાગે આ ઘઉંની પ્રક્રિયા હજી સુધી નથી શરૂ કરી પરંતુ આ ખેડૂતે હરિયાણામાંથી લાવીને કાળા ઘઉં ઉગાડ્યા હતા. આ ઘઉંની ઉત્પાદન ખૂબ સારું થયું છે.
  Published by:News18 Gujarati
  First published:June 29, 2020, 12:24 pm

  ટૉપ ન્યૂઝ