દમોહ: દુનિયાની સાતમી અજાયબી મનાતા તાજમહેલની માફક દમોહ જિલ્લાના તેન્દુખેડા તાલુકાની પાવન ધરતી પર મધ્ય પ્રદેશનો પ્રથમ સફેદ માર્બલનું જૈન મંદિર બનાવામાં આવી રહ્યું છે. આ મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આદેશ પર આર્યિકા શ્રી અકમ્પમતી માતાજીના સાનિધ્યમાં રાજસ્થાનના મકરાણાથી આવેલા કારીગર મંદિરની કલાકૃતિઓને અંતિમ સ્વરુપ આપવા લાગ્યા છે.
મંદિરનો પાયો 16 ઓક્ટોબર 2015ના રોજ રાખવામાં આવ્યો હતો. 2 નવેમ્બર 2015ના શિલાન્યાસ મુનિ શ્રી વિમલ સાગરજી મહારાજના સસંઘ સાનિધ્યમાં થયો હતો. ગર્ભગૃહમાં 24 સ્તંભ, બીજા તળ પર 24 સ્તંભ આવેલા છે. ત્રણ શિખર મંદિરમાં બનાવ્યા છે. પ્રથમ તળ પર ત્રણ વેદિઓ પર અલગ અલગ 7.5 ફુટ ઉંચી મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ, બીજા તળમાં પંચવાલયતીમાં ભગવાન પારસનાથ, મલ્લીનાથ, મહાવીર, નેમીનાથ, વાસૂપૂજ્ય ભગવાનની પ્રતિમાઓ વિરાજમાન છે.
આ મંદિર રાજ્યની પ્રથમ અજાયબી હશે
વિવેક જૈને મંદિરની વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે, શહેરમાં બે જૂના મહાવીર મંદિર અને પાર્શ્વનાથ દિગંમ્બર જૈન મંદિર હતા. તેને એક કરવાની યોજના બનાવી. તેને લઈને આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજને સફેદ માર્બલના પથ્થરથી મંદિર નિર્માણના આશીર્વાદ પ્રાપ્ત થયા અને આજે મંદિર લગભગ બનીને તૈયાર થયા છે. દાવો કર્યો છે કે, જેવી રીતે દેશની સાતમી અજાયબી તાજમહેલ છે. ઠીક એવી જ રીતે મધ્ય પ્રદેશની પ્રથમ અજાયબી તેન્દુખેડાનો સફેદ માર્બલથી બનેલ જૈન મંદિર છે.
રાવતપુરા સરકારે કર્યા દર્શન
વિવેક જૈને આગળ જણાવ્યું કે, હાલમાં જ રાષ્ટ્રીય સંતનો દરજ્જો પ્રાપ્ત કરેલા રાવતપુરા સરકાર જબલપુરથી નીકળી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર મંદિરના કળશ પર પડી, તો તેમણે નગરવાસીઓને પુછ્યું કે આ ચમકીલું વસ્તું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મહારાજ તે જૈન મંદિર છે, જે બાદ રાવતપુરા સરકારથી રહેવાયું નહીં અને તે ભગવાન પાર્શ્વનાથના દર્શન કરવા માટે જૈન મંદિર પહોંચી ગયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર