PM મોદી અને અમિત શાહને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, પછી BJPના ચાર્ટર્ડ પ્લેનથી ધારાસભ્યોને બેંગલુરુ મોકલ્યા : સૂત્ર

સૂત્રોએ દાવો કર્યો કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જે ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બેંગલુરુ મોકલ્યા, તે બીજેપીએ જ બુક કરાવ્યું હતું

સૂત્રોએ દાવો કર્યો કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જે ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બેંગલુરુ મોકલ્યા, તે બીજેપીએ જ બુક કરાવ્યું હતું

  • Share this:
    નવી દિલ્હી/ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલને લઈ કૉંગ્રેસ (Congress) રાજ્યમાં વિપક્ષી પાર્ટી બીજેપી પર સરકાર પાડવાના કાવતરાનો આરોપ લગાવી રહી છે. આ દરમિયાન સૂત્રોએ દાવો કર્યો કે કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya scindia)એ જે ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બેંગલુરુ મોકલ્યા, તે બીજેપીએ જ બુક કરાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે સિંધિયાએ પહેલા રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે સોમવારે સિંધિયાએ શિવરાજસિંહ ચૌહાણ (shivraj singh chauhan)ની સાથે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી.

    આ દરમિયાન કૉંગ્રેસ હાઇકમાન્ડ પણ હરકતમાં આવી અને મોડી રાત્રે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. મળતી માહિતી મુજબ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ સિંધિયા અને અને તેમના સમર્થક ધારાસભ્યો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લોકોએ પોતાના મોબાઇલ બંધ કરી દીધા છે.

    આ પણ વાંચો, મધ્ય પ્રદેશ : સંકટમાં ફસાઈ કૉંગ્રેસ સરકાર, કમલનાથે સિંધિયાને મોકલ્યો 'મૈત્રી' સંદેશ

    આ પહેલા સોમવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત તેમના 27 સમર્થક ધારાસભ્યોના મોબાઇલ અચાનક બંધ થયા બાદ બોલાવવામાં આવેલી પ્રદેશ મંત્રીમંડળની બેઠકમાં ઉપસ્થિત લગભગ 20 મંત્રીઓએ કમલનાથ પ્રતિ આસ્થા વ્યક્ત કરતાં સોમવાર મોડી રાત્રે પોતાના રાજીનામા સોંપી દીધા. મધ્ય પ્રદેશના મંત્રીમંડળમાં કુલ 28 મંત્રી છે. મળતી માહિતી મુજબ લગભગ 8 મંત્રી સિંધિયાના સમર્થક છે જેઓ આ બેઠકમાં હાજર નહોતા. તેમના રાજીનામા આવવાની બાકી છે.

    આ પણ વાંચો, મધ્ય પ્રદેશના 20 મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપ્યા, નવી કેબિનટની શક્યતા
    Published by:Mrunal Bhojak
    First published: