નવી દિલ્હી : જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda)ના હસ્તે કેસરિયો ખેસ પહેરીને વિધિવત રીતે બીજેપીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. બીજેપીમાં જોડાયા બાદ સિંધિયાએ કહ્યું કે, મારા જીવનમાં બે તારીખો ખૂબ મહત્વપૂર્ણ છે. એક 30 સપ્ટેમ્બર 2001 જ્યારે મેં પિતા (માધવરાવ સિંધિયા) ગુમાવ્યા અને બીજી 10 માર્ચ 2020, જ્યારે મેં જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓએ જણાવ્યું કે દેશની સેવા કૉંગ્રેસમાં રહીને નહોતી થઈ શકતી. સિંધિયાએ આ ઉપરાંત કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટી પહેલા જેવી નથી રહી. તેઓએ કહ્યું કે નવા નેતૃત્વને માન્યતા નથી મળી રહી.
બીજેપીમાં જોડાયા બાદ સિંધિયાએ જેપી નડ્ડા, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો. તેઓએ વધુમાં કહ્યું કે, મધ્ય પ્રદેશમાં 18 મહિના પહેલા એક સપનું જોયું હતું અને જ્યારે રાજ્યમાં સરકાર બની પરંતુ ખેડૂતોના દેવા માફ ન થયા. 18 મહિનામાં સપના વિખેરાઈ ગયા. મધ્ય પ્રદેશમાં ખેડૂતો ત્રસ્ત છે, યુવાનો લાચાર છે. રોજગાર ઘટી ગયો છે અને ભ્રષ્ટાચાર વધી ગયો છે.
Jyotiraditya Scindia: There have been 2 life changing events for me - one, the day I lost my father and the second, yesterday when I decided to choose a new path for my life...The Congress party is not anymore the party that it was earlier. pic.twitter.com/ZQDx8pC7wM
કૉંગ્રેસમાં એક સમયે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિકટતમ રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધુળેટીના દિવસે કૉંગ્રેસ (Congress)ના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્ય પ્રદેશ (Madhya Pradesh) કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભા મોકલી શકે છે.
આ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ઘરેથી રવાના થયા ત્યારે તેમની સાથે બીજેપી પ્રવક્તા ઝફર ઈસ્લામ પણ તેમની સાથે હતા. માનવામાં આવી રહ્યું છે કે સિંધિયાને રાજ્યસભા મોકલવામાં આવી શકે છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે, મંગળવારે સિંધિયાએ કૉંગ્રેસથી રાજીનામું આપી દીધું હતું. આ પહેલા મંગળવારે રાજકીય સંકટ ઊભું થયા બાદ કમલનાથ (Kamal Nath)એ રાજ્યપાલ લાલજી ટંડન (Lalji Tandon)ને પત્ર લખીને 6 મંત્રીઓને બરતરફ કરવાની ભલામણ કરી હતી. જોકે હજુ સુધી રાજ્યપાલ તરફથી કમલનાથના પત્ર પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. તેઓ 13 માર્ચે ભોપાલ પરત ફરશે.
આ પહેલા મંગળવાર સવારે જ્યારે સમગ્ર દેશ હોળીની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે સિંધિયાને બીજેપીના વરિષ્ઠ નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે તેમના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ્થાને મુલાકાત કરી.
મધ્ય પ્રદેશ રાજકીય સંકટ Latest Updates:
>> જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda)ના હસ્તે કેસરિયો ખેસ પહેરીને વિધિવત રીતે બીજેપીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે.
>> કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો કે મધ્ય પ્રદેશમાં 22 બળવાખોર ધારાસભ્યોમાંથી 13ને ભરોસો આપ્યો છે કે તેઓ કૉંગ્રેસ છોડીને નથી જઈ રહ્યા.
>> મધ્ય પ્રદેશમાં સત્તારૂઢ પાર્ટી કૉંગ્રેસે પાર્ટી ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને વિશેષ પ્લેનથી જયપુર માટે રવાના કર્યા. થોડાક ધારાસભ્ય રણનીતિ માટે ભોપાલમાં જ રોકાઈ ગયા.
>> હવે સિંધિયા બપોરે 2 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે અને પાર્ટીનું સભ્યપદ લેશે.
>> જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવાર બપોરે 12:30 વાગ્યે બીજેપીમાં સામેલ થઈ શકે છે.
>> કૉંગ્રેસ જ્યોતિરાદિત્યના સમર્થક ધારાસભ્યોના સંપર્કમાં છે.
>> MP કૉંગ્રેસ MLA અર્જુનસિંહ કાકોડિયાએ કહ્યું કે કૉંગ્રેસની સરકાર રહશે, કમલનાથની સરકાર રહેશે. 16 તારીખે દર્શાવીશું કે જેટલો નંબર હતો, એટલો જ રહેશે. બધા પરત આવશે. સિંધિયાનો જૂનો ઈતિહાસ છે, જનસંઘ તેમના જ ઘરેથી જન્મ્યું હતું. એકલા જવાથી કંઈ નહીં થાય, હવે રાજા-મહારાજાના દિવસો ગયા.
>> મધ્ય પ્રદેશ કૉંગ્રેસ નેતા શોભા ઓઝાખએ કહ્યું કે, કુલ 4 અપક્ષ ધારાસભ્ય છે, ચારેય અમારી સાથે છે. બધા ધારાસભ્ય અમારી સાથે છે જે સિંધિયાજી સાથે ગયા છે તેઓ પણ અમારી સાથે છે, કારણ કે તેઓ સમજી રહ્યા છે કે એક વ્યક્તિની મહાત્વાકાંક્ષાના કારણે તેમના બધાનું ભવિષ્ય દાવ પર છે.
>> કૉંગ્રેસ નેતા શોભા ઓઝાએ કહ્યું કે, અમારી પાસે જરુરી સંખ્યાબળ છે જેનાથી અમે વિધાનસભાના ગૃહમાં સાબિત કરી દઈશું, નંબરની કોઈ સમસ્યા નથી. બેંગલુરુવાળા ધારાસભ્ય અમારી સાથે વે, તેઓ કૉંગ્રેસની સાથે છે. વિધાનસભામાં અમે અમારું બહુમત પુરવાર કરીશું. બીજેપીના ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે.