પ્રેમ ભરી કહાનીનો દર્દનાક અંત! લગ્ન બાદ પત્નીને ફરી બનાવી દુલ્હન, ચહેરો જોતા જ મારી નાંખી

પતિ પત્નીની તસવીર

આરોપીએ બે વર્ષના પુત્રને પત્નીની લાશ પાસે મૂકીને રાત્રે જ પોલીસ પાસે પહોંચ્યો હતો. અને ત્યાં જઈને બોલ્યો હતો કે સર ભૂલ થઈ ગઈ મેં મારી પત્નીની હત્યા કરી દીધી.

 • Share this:
  ઇન્દોરઃ મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાની પ્રેમ કહાનીનો (love story) પોતે જ અંત કરી દીધો હતો. યુવકે પહેલા પોતાની પત્નીને દુલ્હનની જેમ શણગારીને (husband killed wife) તૈયાર કરાવી હતી. ત્યારબાદ દોસ્ત સાથે મળીને તેની હત્યા કરી દીધી હતી. આરોપી પતિ એક દિવસ પહેલા જ પત્નીને પિયરમાંથી લાવ્યો હતો.

  દોસ્ત સાથે મળીને પત્નીની કરી હત્યા
  આ ઘટનામાં ઇન્દોરમાં મંગળવારે રાત્રે 3 વાગ્યે સામે આવી હતી. જ્યાં નરેશ રાઠોર નામના યુવકે પોતાની પત્ની રિતિકા સાથે મળીને મોતને ઘાટ ઉતારી હતી. આરોપીએ પહેલા બહૂ દારુ પીધો ત્યાર બાદ પત્ની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ દોસ્તને બોલાવીને મહિલાનું ગળું દબાવી દીધું હતું.

  હત્યા કર્યા બાદ પોલીસ પાસે પહોંચ્યો પતિ
  આરોપીએ બે વર્ષના પુત્રને પત્નીની લાશ પાસે મૂકીને રાત્રે જ પોલીસ પાસે પહોંચ્યો હતો. અને ત્યાં જઈને બોલ્યો હતો કે સર ભૂલ થઈ ગઈ મેં મારી પત્નીની હત્યા કરી દીધી હતી. મારી ધરપકડ કરી લો. આરોપી એક ટ્રાન્સ્પોર્ટ કંપની ચલાવતો હતો.

  આ પણ વાંચોઃ-

  એક વર્ષથી પિયરમાં રહેતી હતી પત્ની
  મળતી માહિતી પ્રમાણે નરેશ અને રિતિકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમને બે વર્ષનો પુત્ર પણ છે. રિતિકા છેલ્લા એક વર્ષથી પોતાના પિયર રહેતી હતી. કારણ કે નરેશ તેને દહેજ માટે હેરાન કરતો હતો. તે સતત પત્નીના માતા-પિતા પાસે પૈસાની માંગણી કરતો હતો.

  ત્રણ વર્ષ પહેલા કોલેજમાં શરૂ થઈ હતી લવ સ્ટોરી
  મૃતકની માતા અહિલ્યા ગોસ્વામીએ જણાવ્યું હતું કે નરેશ દહેજનો લોભી હતી. જેના કારણે તેણે પુત્રીની હત્યા કરી દીધી. તેમણે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા નરેશ 2016 અભ્યાસ માટે ઇન્દોર આવ્યો હતો. દ્વારકાપુરીમાં રહેવા લાગ્યો હતો. આ દરમિયાન મારી પુત્રી રિતિકા સાથે મુલાકાત થઈ હતી. ત્રણ વર્ષ પહેલા લગ્ન પહેલા પણ રિતિકાને ત્રણ મહિનાનો ગર્ભવતી પણ હતી.  નરેશ અને સાસરીના લોકો દહેજ માટે કરતા હતા હેરાન
  નરેશના પરિવારજનોએ 10 લાખ આપીને મામલો રફાદફા કરવા માંગ્યો હતો. પરંતુ પોલીસના દબાણ વધ્યું તો જુલાઈ 2017માં નરેશે રિતિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ નરેશ અને પરિવારના લોકો પુત્રીને દહેજ માટે પરેશાન કરતા હતા. (તસવીર એશિયાનેટ ન્યૂઝ)
  Published by:ankit patel
  First published: