ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાંથી (Gwalior) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસે બ્યૂટી પાર્લરની (Beauty parlor) આડમાં ચાલતા એક સેક્સરેકેટનો (Sex racket) પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી છ યુવતીઓની ધરપકડ કરી હતી. જેમાંથી પાંચ યુવતીઓ પરિણીત હતી. નવાઈની વાત તો જે પરિણીત મહિલાઓ હતી તેમના પતિને માલૂમ જ ન હતું કે તેમની પત્નીઓ સેક્સ રેકેટમાં કામ કરી રહી હતી. પોલીસે જાણ કર્યાબાદ તેમણે પોતાની પત્નીઓની સચ્ચાઈની જાણ થઈ અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ ઘટના ગ્વાલિયરના સિટી સેન્ટરના ગોવિંદપુર સ્થિત જીબીટી ટાવરમાં બનેલા ઓર્ગેનિક બ્યૂટી પાર્લર એન્ડ સ્પા સેન્ટરની છે. જ્યાં મહિલાઓ પરિવારની જાણ બહાર દેહવેપાર કરી રહી હતી. આ બધી મહિલાઓના પતિઓ એવું વિચારતા હતા કે તેમની પત્નીઓ ઘરની કમાણી વધારવા માટે બ્યૂટી પાર્લરમાં દિવસ રાત મહેનત કરી રહી છે. પરંતુ હવે જ્યારે આ મામલામાં પત્નીઓની સચ્ચાઈ સામે આવી તો આખા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
દરેકના ઘરોમાં બધા ચોંકી ગયા હતા. સેક્સ રેકેટમાં પકડાયેલી એક યુવતીએ ઘરમાં કહ્યું હતું કે તે પોતાનો અભ્યાસ પુરો કરવા માગે છે એટલા માટે બ્યૂટી પાર્લરમાં કામ કરી રહી છે. જેથી પૈસા કમાઈ શકાય. આ બધી મહિલાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દીધી હતી.
પોલીસે કર્યો સેકસ રેકેટનો ખુલાસો પોલીસને જાણકારી મળી હતી કે ગોવિંદપુરના જીબીટી ટાવરમાં ધ ઓર્ગેનિક બ્યૂટી એન્ડ સન્સ સલન સ્પામાં સેક્સ રેકેટ ચાલે છે. પોલીસે આ અંગે જાણકારી મેળવવા માટે પોલીસ કર્મીને નકલી ગ્રાહક બનાવીને મોકલ્યા હતા. જ્યારે પોલીસ કર્મી સ્પા સેન્ટરમાં પહોંચ્યા તો એક આયશા નામની મહિલાએ તેને કોલ કર્લની ડીલ કરી અને અંદલ જઈને યુવતીઓને બતાવી હતી.
પોલીસે પ્રમાણે અંદર પાંચ યુવતીઓ તૈયાર ઊભી હતી. જ્યાં આખી વાત નક્કી થઈ ગઈ કે અહીં બ્યૂટી પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચાલાવવમાં આવે છે. ત્યાર બાદ પોલીસ કર્મીઓને સંકેત આપ્યો તો ટીમે સ્પા સેન્ટરમાં છાપો માર્યો હતો. અહીંથી કુલ છ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.
" isDesktop="true" id="1100878" >
યુવતીઓ પાસેથી મળી આપતિજનક વસ્તુઓ પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીઓના ખિસ્સામાંથી પૈસા અને બીજી આપત્તિજનક ચીજો મળી હતી. આ યુવતીઓની ઉંમર 19થી 30 વર્ષ વચ્ચે હતી. મળતી માહિતી પ્રમાણે પકડાયેલી પરિણીત મહિલાઓમાં પૈકી બે યુવતીના તો એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર