ભોપાલ : ઇન્દોર અને જબલપુરમાં જે કોરોના દર્દીઓને ગુજરાતથી આવેલા નકલી રેમડેસિવીર ઇન્જેક્શન લગાવવામાં આવ્યા તેમાંથી 90 ટકા દર્દીઓના લંગ્સ ઇન્ફેક્શન ઠીક થઇ ગયા હતા. પોલીસે પોતે જ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે ગંભીરતાથી વિચારવું જોઈએ.
Times of India માં છપાયેલા અહેવાલ પ્રમાણે એક પોલીસ અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે ઇન્દોરમાં જે લોકોને નકલી રેમડેસિવીર આપવામાં આવ્યા હતા, તેમાં 10ના મોત થયા. જ્યારે 100થી વધારે લોકો સ્વસ્થ થયા છે. આ ઇન્જેક્શનમાં ફક્ત ગ્લૂકોઝ અને મીઠું જ હતું. જોકે જે લોકોના મોત થયા છે તેના શરીરની તપાસ થઇ શકે નહીં કારણ કે બધાના અંતિમ સંસ્કાર થઇ ગયા છે.
ઇન્દોરના વિજય નગરમાં બે દિવસ પહેલા 4 આરોપીઓને પકડ્યા હતા. અત્યાર સુધી પોલીસે આ મામલે એક ડઝનથી વધારે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ જલ્દી કાળાબજારીના મુખ્ય આરોપીઓ સુનીલ મિશ્રા, પુનીત શાહ અને કૌશલ વોરાને ગુજરાતથી ઇન્દોર લાવશે. પોલીસે ભોપાલથી આરોપી પ્રશાંત પારાશરને પણ ધરપકડ કરી છે. જે વ્યવસાયે એન્જીનિયર છે અને સબ ઇન્સપેક્ટરની તૈયારી કરી રહ્યો છે. તેણે 100 ઇન્જેક્શન મુખ્ય આરોપી સુનીલ મિશ્રા પાસેથી ખરીદ્યા હતા અને ઇન્દોર જિલ્લાની બહાર વેચ્યા હતા. જાણકારી મળી છે કે પ્રશાંત પારાશર કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલ છે અને સંક્રમણના સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે રાજનીતિક દળ તરફથી દાયિત્વ પણ આપવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં ફેક્યા ઇન્જેક્શન
ગુજરાતમાં આ રેકેટની ખબર પડતા જ જબલપુરમાં આરોપી સપન જૈને સાબિતી મિટાવવા માટે નકલી ઇન્જેક્શન નર્મદા નદીમાં ફેકી દીધા હતા. આ મોટો ખુલાસો ગુજરાત પોલીસ સામે સપન જૈને કર્યો છે. તે પછી ટીમ તેને લઇને ઘણા સ્થળોએ ગઈ હતી. નકલી રેમડેસિવીર મામલામાં મધ્ય પ્રદેશનું કનેક્શન સામે આવ્યા પછી ગુજરાત પોલીસે બે દિવસથી જબલપુરમાં ડેરા નાખ્યા છે. પોલીસના મતે સપન જૈન 500 નકલી રેમડેસિવીર ઇન્જેક્શન જબલપુર લાવ્યો હતો. તેમાંથી 36 ઇન્જેક્શન પોતાની પાસે ઘરમનાં રાખ્યા હતા. બાકી 464 ઇન્જેક્શન સિટી હોસ્પિટલમાં સપ્લાય કરી દીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર