મધ્ય પ્રદેશ: કમલનાથના નજીકના લોકો પર 30 કલાકથી ચાલુ છે ITનાં દરોડાં

News18 Gujarati
Updated: April 8, 2019, 8:31 AM IST
મધ્ય પ્રદેશ: કમલનાથના નજીકના લોકો પર 30 કલાકથી ચાલુ છે ITનાં દરોડાં
દરોડાની આ કાર્યવાહી લોકસભા ચૂંટણી માટે હવાલા દ્વારા ધન એકત્ર કરવાની સૂચના મળતાં કરવામાં આવી, કોંગ્રેસે તેને બદલાની કાર્યવાહી ગણાવી

દરોડાની આ કાર્યવાહી લોકસભા ચૂંટણી માટે હવાલા દ્વારા ધન એકત્ર કરવાની સૂચના મળતાં કરવામાં આવી, કોંગ્રેસે તેને બદલાની કાર્યવાહી ગણાવી

  • Share this:
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિકટના લોકોના ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા સોમવારે પણ ચાલુ છે. ઇન્કમ ટેક્સ અધિકારીઓએ કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડ અને સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીના ઠેકાણાઓ પર રવિવાર વહેલી પરોઢે ત્રણ વાગ્યે દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, પ્રવીણ કક્કડના સહયોગી અશ્વિન શર્માના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હજુ પણ ચાલુ છે.

ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ રવિવાર વહેલી પરોઢે દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સ્થિત 50 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. સૂત્રો મુજબ, આ દરોડામાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, ઓફિશિયલ રીતે તેની પુષ્ટિ નથી થઈ.

મળતી માહિતી મુજબ, દરોડાની આ કાર્યવાહી લોકસભા ચૂંટણી માટે હવાલા દ્વારા ધન એકત્ર કરવાની સૂચના મળતાં કરવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ તેને બદલાની કાર્યવાહી ગણાવી છે.

આ પણ વાંચો, પોલીસની નોકરીથી લઈને CM કમલનાથના OSD સુધી, જાણો કોણ છે પ્રવીણ કક્કડ

મૂળે, સર્વિસ દરમિયાન કક્કડની વિરુદ્ધ તમામ પ્રકારની તપાસ ચાલી રહી હતી. આ ક્રમમાં રવિવારે સવારે ઇન્દોરના વિજય નગર સ્થિત તેમના ઘરમાં ઇન્કમ ટેક્સની વિભાગની અલગ-અલગ ટીમે દરોડાની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બીસીએમ હાઇટ્સ સ્થિત ઓફિસ, શાલીમાર ટાઉનશિપ અને જલસા ગાર્ડન ખાતે પણ અધિકારીઓએ દરોડા પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજધાની દિલ્હીથી આવેલી ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પરોઢે 3 વાગ્યે તેમના ઘરે પહોંચી. ટીમની સાથે સીઆરપીએફના જવાન પણ હાજર હતા, જે કક્કડના તલાશી લઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કક્કડ કોંગ્રેસના નિકટતમ માનવામાં આવે છે. એમપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસના વોર રૂમના પ્રભારી હતા. તેમેન પોલીસ સેવામાં રહેતા પ્રશંસારૂપ સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેઓ 2004થી 2011 સુધી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલી કાંતિલાલ ભૂરિયાના વિશેષ અધિકારી પણ રહી ચૂક્યા છે.
First published: April 8, 2019, 8:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading