Home /News /national-international /અહીં બાળકોને કુપોષણથી બચાવવા માટે ગરમ સળિયાના ડામ અપાય છે!

અહીં બાળકોને કુપોષણથી બચાવવા માટે ગરમ સળિયાના ડામ અપાય છે!

દર વર્ષે દિવાળીના તહેવારોમાં બાળકોને અપાય છે ડામ, આ વર્ષે કુપ્રથાને રોકવા જિલ્લા કલેક્ટરે આકરા પગલાં લીધા

દર વર્ષે દિવાળીના તહેવારોમાં બાળકોને અપાય છે ડામ, આ વર્ષે કુપ્રથાને રોકવા જિલ્લા કલેક્ટરે આકરા પગલાં લીધા

    મધ્ય પ્રદેશ : બાળકોને બીમારી અને કુપોષણ (Malnutrition)થી બચાવવા માટે સમય-સમય પર ડૉકટરો (Doctors) સાથે પરામર્શ અને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે. પરંતુ ઉમરિયા (Umaria) જિલ્લામાં આજે પણ એવી કુપ્રથા (Malpractice) કાયમ છે કે ત્યાં નવજાતથી 6 વર્ષ સુધીના બાળકોને કુપોષણથી બચાવવા માટે લોખંડના ગરમ સળિયાથી ડામ અપાય છે.

    ગયા વર્ષે દિવાળી (Diwali)માં આ પ્રકારના અનેક મામલા સામે આવ્યા હતા. આ વર્ષે આવું ન થાય તેના માટે કલેક્ટરે વિસ્તારમાં કલમ 144 (Section 144) લાગુ કરીને કડકાઈથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ સરપંચોને પણ પત્ર લખીને આ કુપ્રથાને રોકવાની અપીલ કરી છે.

    મહિલા બાળ વિકાસે એકત્ર કરી તસવીરો

    માસૂમ બાળકોને પેટ, પગ અને ગળામાં ગરમ સળિયાથી ડામ આપવાની આ ભયાનક તસવીરો મધ્ય પ્રદેશના એ આદિવાસી વિસ્તારની છે જ્યાં દુનિયાભરના લોકો વાઘ દર્શન (Tiger sighting) માટે જાય છે. તસવીરો ઉમરિયા જિલ્લાના બાંધવગઢની છે, જે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવી છે. વિભાગે આ પ્રકારની લગભગ 600 તસવીરો એકત્ર કરી છે. જે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી કુપ્રથાની સાક્ષી પૂરે છે.

    ડામ આપવા પાછળ આ છે અંધવિશ્વાસ

    લોકોનું માનવું છે કે, ગરમ સળિયાથી ડામ આપવાથી નાના બાળકો રોગમુક્ત થઈ જાય છે ઉપરાંત નબળાઈ અને પેટ વધવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. કેટલાક લોકો તેને ટોટકો માને છે. તો કેટલાક પોતાની જૂની પરંપરાને કાયમ રાખવામાં બાળકોની સાથે અમાનવીય કૃત્ય કરવામાં સંકોચ નથી અનુભવતા. આ સમગ્ર અંધવિશ્વાસનો ખેલ તહેવારોના સમયે ખાસ કરીને દિવાળીમાં કરવો શુભ માનવામાં આવે છે. જાણકાર તેને સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવની સાથે જાગૃતતાના અભાવ સાથે જોડીને પણ જુએ છે.

    કલેક્ટરે કુપ્રથાની વિરુદ્ધ શરૂ કર્યુ અભિયાન

    જિલ્લાના કલેક્ટરે આંકડા સામે આવતાં જ કુપ્રથાને મૂળથી ઉખાડી ફેંકવા માટે બીડું ઝડપ્યું છે. તેના માટે તેઓએ અનેક કડક પગલાં ભર્યા છે. જેને તાત્કાલીક લાગુ પણ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના કલેક્ટર સ્વચોચિષ સોમવંશીએ કહ્યુ કે, દિવાળીનો પર્વ ફરી એકવાર સામે છે. એવામાં માસૂમ બાળકોની સાથે ક્રૂરતાના ખેલને રોકવો પડશે.

    નોંધનીય છે કે, નવજાતથી 6 વર્ષના બાળકોને સ્વાસ્થ્ય અને પોષણને લઈ અનેક રાષ્ટ્રીય કાર્યક્રમ સંચાલિત છે તેમ છતાંય આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની કુપ્રથાઓ કાયમ રહેવી આપણી સિસ્ટમ પર સવાલ ઊભી કરે છે, જરૂર છે ઈમાનદારીથી સરકારી યોજનાઓ અમલ કરવો જેનાથી લોકોમાં અંધવિશ્વાસથી મોહ ભંગ થઈ શકે.

    આ પણ વાંચો,

    પતિ કહેતો- નાના કપડા પહેર અને દારૂ પી, પત્ની માની નહીં તો આપ્યા ત્રણ તલાક
    શિક્ષણ અધિકારીએ મધ્યાહ્ન ભોજનમાં માણી ચિકન કરીની લિજ્જત, થઇ આવી સજા
    First published: