હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો : નદી વચ્ચે જઈને સેલ્ફી લેવી બે યુવતીઓને ભારે પડી

હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો : નદી વચ્ચે જઈને સેલ્ફી લેવી બે યુવતીઓને ભારે પડી
સેલ્ફી લેવાના ચક્કરમાં બંને યુવતી ફસાઈ હતી.

મધ્ય પ્રદેશના છિંદવાડામાં બે યુવતીને પરફેક્ટ સેલ્ફી લેવાનું એવું તો ભૂત માથે ચઢ્યું કે બંને નદીની વચ્ચે ગઈ હતી.

 • Share this:
  રાજેશ કર્માલે, છિંદવાડા : અહીં બે યુવતીઓને નદીની વચ્ચે જઈને સેલ્ફી (Selfi) લેવી ભારે પડ્યું છે. અવારનવાર સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો અકસ્માતનો ભોગ બની જતા હોવાના બનાવો પણ સામે આવતા રહે છે. આ કેસમાં યુવતીઓ નદી (Rivers)ની વચ્ચે સેલ્ફી લઈ રહી હતી ત્યારે જ નદીમાં પાણી (Water Level)નો પ્રવાસ વધી ગયો હતો. જે બાદમાં બંને યુવતીઓ નદીની વચ્ચે જ ફસાઈ ગઈ હતી. આ બનાવ મધ્ય પ્રદેશના (Madhya Pradesh)ના છિંદવાડા જિલ્લાનો છે. સદભાગ્યે રેસ્ક્યૂ ટીમ (Rescue Team) સમયસર પહોંચી ગઈ હોવાથી બંને યુવતીઓને બચાવી લેવામાં આવી હતી.

  પરફેક્ટ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવો પડતો!  મધ્ય પ્રદેશના છિંદવાડામાં બે યુવતીને પરફેક્ટ સેલ્ફી લેવાનું એવું તો ભૂત માથે ચઢ્યું કે બંને નદીની વચ્ચે ગઈ હતી. અહીં બંને એક પથ્થર પર બેસી ગઈ હતી. આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાસ વધી ગયો હતો. જેના પગલે યુવતીઓ જે પથ્થર પણ બેઠી હતી તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ દરમિયાન યુવતીની અન્ય બહેનપણીઓ નદી કિનારે ઊભી હતી.  પોતાની બે સહેલીઓને પાણીમાં ફસાયેલી જોઈને કિનારે હાજર યુવતીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. નદીનું સ્તર વધી રહ્યું હતું અને બંને છોકરીઓ તેમાં ફસાતી નજરે પડી રહી હતી. જે બાદમાં નદીના કિનારે ઊભેલી યુવતીઓએ તંત્ર અને પોલીસને જાણકારી આપી હતી. જે બાદમાં પોલીસ અને તંત્ર તરફથી છોકરીઓને બચાવવા માટે રેસેક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખૂબ મહેનત બાદ બંનેને બચાવી લેવામાં આવી હતી.

  ફરવા માટે આવી હતી વિદ્યાર્થિનીઓ

  આ ઘટના છિંદવાડા જિલ્લાના જુન્નારદેવ તાલુકાના બેલખેડી ગામની છે. કૉલેજમાં અભ્યાસ કરતી આઠ ઠોકરીઓ પેંચ નદીના કિનારે ફરવા માટે આવી હતી. આ દરમિયાન જુન્નારદેવ ડુંગરિયાના વોર્ડ નંબર ત્રણ અને બેમાં રહેતી યુવતીઓ સેલ્ફી લેવા માટે નદીમાં ઉતરી હતી. બસ આ જ દરમિયાન નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને બંને ફસાઈ હતી. સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગયો હોય તેવા અનેક બનાવો સામે આવતા હોય છે. બીજી તરફ કોરોના કાળમાં યુવતીઓ પિકનિક માટે કેવી રીતે આવી તે પણ મોટો સવાલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:July 24, 2020, 14:21 pm

  ટૉપ ન્યૂઝ