ભોપાલઃ મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણી (Madhya Pradesh By-Election)ના પ્રચાર દરમિયાન બીજેપી (BJP) સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) એક મોટી ભૂલ કરી બેઠા. બીજેપી ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરવા માટે ગયેલા સિંધિયાએ પંજાના નિશાનવાળા બટનને દબાવીને કૉંગ્રેસ (Congress)ને જીતાડવાની અપીલ જનતાને કરી દીધી. જોકે તાત્કાલિક તેમને પોતાની ભૂલ સમજાતાં ફરીથી બીજેપીના ઉમેદવારને જીતાડવા માટે કમળના બટનને દબાવવા હાકલ કરી.
જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે ન્યૂઝ18 આ વાયરલ વીડીયો (Viral Video)ની પુષ્ટિ નથી કરતું, પરંતુ તેને લઈને રાજકારણ વર્તુળોમાં ચર્ચાઓએ ચોક્કસ વેગ પકડી લીધું છે.
વાયરલ વીડિયો (Viral Video)માં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલા તો કૉંગ્રેસને ફરી જીતાડવા માટે અપીલ કરતાં જોવા મળ્યા, બાદમાં બીજેપીનું નામ લેતા જોવા મળ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન સિંધિયા કહે છે કે, મુઠ્ઠી બાંધીને વિશ્વાસ વ્યક્ત કરો કે 3 તારીખે હાથના પંજાવાળું બટન અને અને કૉંગ્રેસ...કમળના ફુલવાળું બટન દબશે અને બીજેપી (BJP)ને જીત મળશે. સિંધિયાના આ નિવેદનનો વીડિયો ટ્વીટર ઉપર પણ શૅર કરવામાં આવી રહ્યું છે. લોકો આ વીડિયોને લઈને અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતાં જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે, 15 વર્ષ બાદ 2018માં કૉંગ્રેસ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં સત્તામાં આવી. કૉંગ્રેસે કમલનાથ (Kamal Nath)ને મુખ્યમંત્રી બનાવ્યા હતા. લગભગ 15 મહિનાની કમલનાથ સરકાર દરમિયાન જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવાખોર વલણ અપનાવી દીધું અને પોતાના સમર્થક 26 ધારાસભ્યોની સાથે કૉંગ્રેસ (Congress) છોડી બીજેપી (BJP)માં સામેલ થઈ ગયા. ધારાસભ્યોએ પોતાના પદથી રાજીનામા આપી દીધા, જેના કારણે માર્ચ મહિનામાં કૉંગ્રેસ સરકારનું પતન થયું અને ફરીથી બીજેપી સત્તામાં આવી ગઈ. ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી સીટો પર હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેમાં 3 નવેમ્બરે વોટિંગ અને 10 નવેમ્બરે મતોની ગણતરી થશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર