નસીબદાર: આ ભાઈએ પત્નીને ખુશ કરવા માટે તાજમહેલ જેવું ઘર બનાવી ગિફ્ટમાં આપ્યું
burhanpur tajmahal
હકીકતમાં જોઈએ તો, બુરહાનપુરમાં તાજમહેલ જેવું જ ઘર બનાવતા પહેલા આ દંપતી આગરા તાજમહેલ જોવા ગયા હતા. જ્યાં તેમણે તાજમહેલનું ઝીણવટપૂર્વક નીરિક્ષણ કર્યું અને વાસ્તુકલા તથા નક્શીકામ જોયું.
બુરહાનપુર: મધ્ય પ્રદેશમાં રહેતા એક શખ્સે પોતાની પત્નીને તાજમહેલ જેવું દેખાતું ઘર ગિફ્ટમાં આપ્યું છે. બુરહાનપુરના મોહમ્મદપુરામાં રહેતા આનંદ પ્રકાશ ચૌકસેએ પોતાની પત્ની મંજૂષા ચૌકસેને આ આલિશાન ઘર ગિફ્ટમાં આપ્યું છે. તેમણે શાહજહાં અને મુમતાઝ મહલની માફક પોતાના પ્રેમને એક શાનદાર રુપ આપ્યું છે. આનંદ પ્રકાશ ચૌકસે શાહજહાં અને મુમતાઝની માફક પ્રેમને દુનિયાભરમાં ખ્યાતી અપાવી છે.
હકીકતમાં જોઈએ તો, બુરહાનપુરમાં તાજમહેલ જેવું જ ઘર બનાવતા પહેલા આ દંપતી આગરા તાજમહેલ જોવા ગયા હતા. જ્યાં તેમણે તાજમહેલનું ઝીણવટપૂર્વક નીરિક્ષણ કર્યું અને વાસ્તુકલા તથા નક્શીકામ જોયું. ત્યાર બાદ ઘર બનાવનારા એન્જીનિયરોને તાજમહેલની ખાસિયત વિશે વિસ્તારથી જણાવ્યું. આ ઘર બનાવતા પહેલા એન્જીનિયરોએ પણ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ ઘરમાં બનાવેલી દરેક વસ્તુઓ ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવી છે.
આનંદ ચૌકસેને હંમેશા એ વાતનો વસવસો રહેતો કે, દુનિયાભરમાં પ્રેમની નિશાની તરીકે ઓળખાતો તાજમહેલ તેમના શહેર બુરહાનપુરમાં કેમ નથી બનાવ્યો. આ ઘરના પ્રથમ માળ પર 2 બેડરુમ, એક રસોઈ ઘર, લાઈબ્રેરીની પણ સુવિધા છે. આ અનોખુ ઘર બુરહાનપુરમાં આવતા દરેક પર્યટક માટે આકર્ષણનું કેન્દ્ર બની ચુક્યું છે.
મુગલોના ઈતિહાસ બતાવતા મુમતાજનું મોત બુરહાનપુરમાં થયું હતું. અને તેને કેમિકલમાં લપેટીની કબ્રમાં 6 મહિના સુધી રાખી હતી. તેમનું ખુદનું માઈક્રો વિઝન એકેડમી છે. અહીં પર ભણતા બાળકોના વાલીઓ અને પર્યટકો આવે છે. તો વાલીઓ પૂછે છે કે, બુરહાનપુર ઈતિહાસ વિશે શહેરમાં શું ફેમસ છે, તો તેમને જૂના ઈતિહાસની ઝલક દેખાડવાના ઉદ્દેશ્યથી અમારો 4 બેડરુમનો તાજમહેલ જેવું દેખાતું ઘર બતાવે છે. આ ઘર બહારથી તાજમહેલનું વન થર્ડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર