MP બોર્ડ પરિણામઃ જાહેરાત પહેલા જ ટોપર્સની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ

News18 Gujarati
Updated: May 14, 2018, 11:03 AM IST
MP બોર્ડ પરિણામઃ જાહેરાત પહેલા જ ટોપર્સની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ
News18 Gujarati
Updated: May 14, 2018, 11:03 AM IST
મધ્ય પ્રદેશમાં ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ પહેલા જ ટોપર્સની યાદી લીક થઈ ગઈ છે. આ યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બોર્ડનું રિઝલ્ટ જાહેર કરશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી યાદી રાજ્યના બાલઘાટ જિલ્લાની છે. આ યાદીમાં જિલ્લાના મેરિટમાં આવનાર ધોરણ-10 અને ધોરણ-12ના સ્ટુડન્ટ્સના નામ, તેમની સ્કૂલ અને તેમના પરિવારના ટેલિફોન નંબર્સ સહિતની માહિતીનો સમાવેશ થાય છે.

અધિકારિક રીતે આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ લગભગ 10.30 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ વર્ષે આશરે 20 લાખ જેટલી સ્ટુડન્ટ્સે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આપી હતી. મધ્ય પ્રદેશ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા પહેલી માર્ચથી ત્રીજી એપ્રિલ વચ્ચે લેવામાં આવી હતી, જ્યારે ધોરણ-10ની પરીક્ષા પાંચમી માર્ચથી 31મી માર્ચ વચ્ચે લેવામાં આવી હતી.

પરિણામ આ જગ્યાએ જોઈ શકાશે

સ્ટુડન્ટ્સ પોતાનું રિઝલ્ટ www.mpresults.nic.in, mpbse.mponline.gov.in, mpbse.nic.in પર જોઈ શકશે. આ ઉપરાંત mpmobile.gov.in પર પણ રિઝલ્ટ જોઈ શકાશે.
First published: May 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...