ભોપાલ: મધ્ય પ્રદેશની ભાજપ સરકારના એક સિનીયર મંત્રીએ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ પણ પાછળથી ફેરવી તોળ્યું હતું. બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે અનામત વિશે નિવેદન આપ્યું હતું.
ઘટનાની વિગત એવી છે કે, મધ્ય પ્રદેશ સરકારના પંચાયત અને ગ્રામિણ વિકાસ મંત્રી ગોપાલ ભાર્ગવે નરસીંગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, "સમાજના નબળા લોકોને ઉપર લાવવા એ સારી બાબત છે પણ જ્યારે 90 ટકા લાવનાર વિદ્યાર્થીઓની જગ્યાએ 40 ટકા લાવનારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે ત્યારે આપણો દેશ પાછળ રહી જાય છે. ભારત માતા આપણને માફ નહિં કરે." આ ઉપરાં મંત્રીએ કહ્યું કે, "ભારત જ્યારે આઝાદ થયો ત્યારે આ દેશમાં ચોથાભાગના સાંસદો, ધારાસભ્યો અને સરકારી નોકરિયાતો બ્રાહ્મણો હતા. પણ અત્યારે આપણા સમાજનું પ્રતિનિધિત્વ માત્ર 10 ટકા જ રહ્યું છે અને તે ઘટી રહ્યું છે. આવું એટલા માટે બની રહ્યું છે કેમ કે, પહેલા નિતીથી કામ થતું હતું પણ એ હવે અનિતીથી થાય છે."
ભાજપના મંત્રીના આ નિવદેનને કોંગ્રેસે વખોડી કાઢ્યું હતું અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, "આ પ્રકારના નિવેદન ભાજપની અનામત વિરોધી માનસિક્તા છતી કરે છે." કોંગ્રેસના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું કે, "મંત્રી ગોપાલ ભાર્ગવનું નિવેદન સંઘ પરિવાર અને ભાજપની અનામત વિરોધી માનસિક્તા દર્શાવે છે."
કોંગ્રેસે આ મંત્રીના રાજીનામાની પણ માંગણી કરી હતી. કોંગ્રેસે કહ્યું કે, મંત્રીએ બંધારણના મૂળ તત્વો વિરુદ્ધ નિવેદન આપ્યું છુ. જો કે, ગોપાલ ભાર્ગવે પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા અને તેમણે દાવો કર્યો કે, તેમણે અનામનતની નિતી વિરુદ્ધ કશુ કહ્યું નથી. તેઓ ફક્ત આ દેશના યુવાનોની તકો વિશે વાત કરતા હતા. ન્યૂઝ18 સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, "ભારતમાં અનામતની નિતી રહે તેના તે હિમાયતી છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર